સુરત:વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.જોકે ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો.ત્યારે ગત સાંજે પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.જોકે કહી શકાય છે કે, બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
વરસાદ આવશે તેવી ચેતવણી: બિપરજોય વાવાઝોડું સંકટ હાલ તો દક્ષિણ ગુજરાતમાં જોવામાં આવતું નથી. પરંતુ હવે આની અસર ખાસ કરીને સોમનાથ, દ્વારકા, પોરબંદર, કચ્છ, માંડવી, જામનગરમાં જોવા મળી રહ્યું છે. તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન સાથે વરસાદ વર્ષી રહ્યો છે.જેની આગાહી હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ કરી દેવામાં આવી હતી કે, દક્ષિણ ગુજરાતમાં 14 થી 16 જૂનના રોજ ભારે પવન સાથે વરસાદ વર્ષી શકે છે.17 થી 18 જૂને ભારે વરસાદ વર્ષી શકે તેવી સંભાવના પણ વ્યક્તિ કરવામાં આવી છે.આ સાથે જ રાજ્યમાં 4 દિવસ સુધી વરસાદ આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.