વાવઝોડાનાં સંકટ વચ્ચે રો-રો કેમ ચાલુ? સુરત:એક બાજુ વાવાઝોડાં બિપોરજોયને પગલે તંત્ર દ્વારા દરિયામાં માછીમારોને ન જવા માટેની સૂચના આપવામાં આવી છે તો બીજી બાજુ સુરત દરિયા મોટી લાપરવાહી જોવા મળી છે. સંભવિત બિપોરજોય વાવાઝોડાની આગાહી વચ્ચે સુરતથી ભાવનગર જતી રો-રો ફેરી દરિયામાં જોવા મળી હતી. લોકોના જીવના જોખમે રો-રો ફેરી શા માટે ચાલુ છે એ મોટો પ્રશ્ન છે.
માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચન:વિભાગે આગાહી કરી છે કે આવનાર પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર એલર્ટ છે. તમામ અધિકારીઓ સાથે આયોજન અંગે મીટીંગ પણ હાથ ધરાઈ છે. બીજી બાજુ તમામ સરકારી અધિકારીઓને હેડ ક્વાટર્સ નહીં છોડવા માટે આદેશ કરાયા છે. એટલું જ નહીં તારીખ 7 જૂનથી લઈ 14 મી જુન સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે પણ અપીલ કરાય છે.
વાવાઝોડાના સંકટ વચ્ચે રો-રો ચાલુ:સુરતમાં દસમી એટલે શનિવારથી લઈ ચાર દિવસ સુધી વરસાદ પડી શકે તેની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં રો-રો ફેરી ચાલુ છે. હેવી વ્હીકલ લોડેડ અને યાત્રીઓ આ રો-રો ફેરીમાં હોય છે. બીજી બાજુ દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. સુરતથી ભાવનગર જનારા આ રો-રો ફેરી સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ ચાલુ છે.
રો-રો સંચાલકોને કોઈ સૂચના નહિ: દરિયામાં ભારે પવન અને કરંટ હોવા છતાં શા માટે રો-રો ફેરી ચાલુ છે મોટો પ્રશ્ન છે. જોકે રો-રો ફેરીના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને રો-રો ફેરી બંધ રાખવા માટે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સૂચના મળી નથી. બીજી બાજુ હેવી વ્હીકલ અને યાત્રીઓની સુરક્ષાને લઈ મોટો પ્રશ્ન છે. દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત અને દરિયાકાંઠે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે ખાસ કરીને દરિયામાં જે કરંટ છે તેને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે.
- Biparjoy Cyclone: બિપરજોયની અસર નહીં થાય, દરિયાકિનારે હળવા વરસાદથી ચોમાસાની એન્ટ્રી
- Cyclone Biparjoy : આગામી 48 કલાકમાં બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે પહોંચવાની શક્યતા