ગુજરાત

gujarat

ETV Bharat / state

બિન સચિવાલય પરીક્ષા: સુરતમાં AAPએ આપી ઉગ્ર આંદોલનની ચિમકી - surat bin sachivalay news

સુરત: રાજ્ય સરકારે બિન સચિવાલય કારકુનની પરીક્ષાઓ રદ કરી, સ્નાતક વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકશે. સરકારના આ પગલાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. પરીક્ષા રદ થતા સુરતના 50 જેટલા નિરાશ થયેલા વિદ્યાર્થીઓ સુરત જિલ્લા ક્લેકટર કચેરીની બહાર પોતાનો બળાપો કાઢ્યો હતો.

surat

By

Published : Oct 15, 2019, 4:16 PM IST

વિદ્યાર્થીઓએ સુરત કલેકટર કચેરી બહાર મંગળવારે સૂત્રોચ્ચાર કરી સરકાર પ્રત્યે પોતાનો રોષ વ્યકત કર્યો હતો. સરકાર ધોરણ બાર પાસ, જૂના વિદ્યાર્થીઓની ધારા-ધોરણ મુજબ ફરી પરીક્ષા યોજે તેવી માગ સાથે સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. બીજી તરફ વિધાર્થીઓ સાથે થયેલ અન્યાય મામલે આમ આદમી પાર્ટી વિધાર્થીઓના સમર્થનમાં આવી છે.

AAPએ આપી ઉગ્ર આંદોલનની ચિમકી

વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય સામે આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે. સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સરકાર બે દિવસમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લે, તો આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ ચિમકી દક્ષિણ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી રામ ધડૂકે આપી હતી.

ABOUT THE AUTHOR

...view details