સુરત : શહેરના અશ્વનિકુમાર સરસ્વતી સર્કલથી કતારગામને જોડતા પ્રમુખ સ્વામી બ્રિજ પરથી નીચે ઉતરતા એક બાઈક ચાલકનો એક્સિન્ટ થયું હતું. બાઈક ચાલક સ્પીડમાં હોવાથી સીધો જ રેલિંગ સાથે અથડાઈને ફંગોળાઈ પડે છે. આ સમગ્ર એક્સિડન્ટની ઘટના CCTVમાં કેદ થઈ છે. જેથી બ્રિજ ઉતરતાં જ રાખવામાં આવેલી રેલિંગ પર સવાલો સર્જાયા છે. આ રેલિંગ હટાવી સર્કલને ડેવલોપ કરવાની માંગણી ફરીથી કરવામાં આવી રહી છે.
સુરતના પ્રમુખ સ્વામી બ્રિજ પરથી નીચે ઉતરતા બાઈક ચાલકનો અકસ્માત, ઘટના CCTVમાં કેદ
શહેરની અશ્વનીકુમાર સરસ્વતી સર્કલથી કતારગામને જોડતા પ્રમુખ સ્વામી બ્રિજ પરથી નીચે ઉતરતા એક બાઈક ચાલકનું એક્સિન્ટ થયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
પ્રમુખ સ્વામી બ્રિજ પરથી નીચે ઉતરતા બાઈક ચાલકનો અકસ્માત
ઉલ્લેખનીય છે કે પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા તુરંત જ રેલિંગ મારેલી હોવાથી અનેકવાર અકસ્માત સર્જાઇ છે. આ અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક ઝડપથી અથડાઈને ઉછળીને ગ્રીલ ઉપરથી સામે બાજુ પડી જાય છે, પરંતુ તેનો સદનસીબે આબાદ બચાવ થયો છે. હાલ આ વીડિયો સોશિયવ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.