સુરતઃ સુરત શહેરના દિલ્હીગેટ ઓવરબ્રીજઉપર એક સ્પોર્ટ્સ (Surat Delhi Gate flyover Accident) બાઈક ઉપર બેઠેલા બે યુવક ધૂમ સ્ટાઇલમાં ફૂલ સ્પીડમાં જઈ રહ્યા હતા. અચાનક સંતુલન બગડતા બાઈક ડિવાઇડર (Delhi Gate Flyover Surat) સાથે અથડાતા પાછળ બેઠેલો યુવક હવામાં ફાંગોળાઈ નીચે પટકાયો હતો. જેમાં યુવાનનું (Surat Bike overspeed) મૃત્યું થયું છે. જ્યારે બીજા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરત શહેરમાંદિવસે દિવસે સામાન્ય રીતે સ્પોર્ટ્સ બાઈકનો ક્રેઝ યુવાનોમાં વધારે જોવા મળી રહ્યો છે. જેના પરિણામ ક્યારેક માઠા આવે છે.
સ્પીડ કંટ્રોલ ન થઈઃસુરત શહેરમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત શહેરના દિલ્હી ગેટ બ્રીજ ઉપર બે યુવકો બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે બ્રીજ ઉપર ડિવાઈડર સાથે બાઈક અથડાતા બે પૈકી એક યુવક બ્રીજ ઉપરથી નીચે પટકાતા ઘટના સ્થળે મોત થયું હતું. બીજા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.