ગુજરાત

gujarat

ETV Bharat / state

42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયાએ દેશવ્યાપી ટ્રક રાઇડનું આયોજન કર્યું - Duraiya Tapiya

બાઇકર્સ તરીકે વિખ્યાત સુરતની 42 વર્ષીય દુરૈયા તપિયા વધુ એક સાહસ ખેડવા જઈ રહી છે. 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર નીકળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર ભારત મિશનની સાથે જ કોવિડ -19 થી સુરક્ષિત રહેવાના સંદેસને જનજન સુધી પહોંચાડવા આ દેશવ્યાપી રાઇડનું દુરૈયાએ આયોજન કર્યું છે.

42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયાએ દેશવ્યાપી ટ્રક રાઇડનું આયોજન કર્યું
42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયાએ દેશવ્યાપી ટ્રક રાઇડનું આયોજન કર્યું

By

Published : Jan 26, 2021, 11:04 PM IST

  • બાઇકર્સ તરીકે વિખ્યાત સુરતની 42 વર્ષીય દુરૈયા તપિયાનું વધુ એક સાહસ
  • 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર નીકળી રહી દુરૈયા તપિયા
  • દેશવ્યાપી રાઇડનું દુરૈયાએ આયોજન કર્યું

સુરત : બાઇકર્સ તરીકે વિખ્યાત સુરતની 42 વર્ષીય દુરૈયા તપિયા વધુ એક સાહસ ખેડવા જઈ રહી છે. 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર નીકળી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર ભારત મિશનની સાથે જ કોવિડ -19 થી સુરક્ષિત રહેવાના સંદેસને જનજન સુધી પહોંચાડવા આ દેશવ્યાપી રાઇડનું દુરૈયાએ આયોજન કર્યું છે.

42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયાએ દેશવ્યાપી ટ્રક રાઇડનું આયોજન કર્યું

26મી જાન્યુઆરીના રોજરાઇડની શરૂઆત

26મી જાન્યુઆરીના રોજ સુરતના સાંસદ દર્શના જરદોષ ફ્લેગ ઓફ કરી અને રાઇડની શરૂઆત કરાવી હતી. રાઇડ દરમિયાન દુરૈયા તપિયા પોતે સતત 35 દિવસ સુધી ટ્રક ડ્રાઈવ કરશે. આ દરિમયાન તે 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિમીની સફર ખેડશે. દૂરૈયા તપિયાએ જણાવ્યું હતું કે, આ રાઇડનો ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર અભિયાનને જન જન સુધી પહોંચડવાનો છે સાથે જ ગામડાઓની પ્રજાને કોવિડ -19 મહામારી પ્રત્યે જાગૃત કરવાનો છે. આ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોને નિશુલ્ક માસ્ક, સેનેટાઇઝેર, પેડ અને ડસ્ટબીનનું વિતરણ કરવાની સાથે જ કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાશે.

42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયાએ દેશવ્યાપી ટ્રક રાઇડનું આયોજન કર્યું

અંતિમ ડેસ્ટીનેશન કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હશે

13 રાજ્યોની સફર દરમિયાન દુરૈયા જે તે રાજ્યોના ડેલીગેટ્સ અને પ્રધાન અને નેતાઓ પણ મળશે. ઠેક ઠેકાણે દુરૈયાનું સ્વાગત પણ થશે. રાઇડનું અંતિમ ડેસ્ટીનેશન કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હશે અને ત્યારબાદ સુરત ખાતે રાઇડનું સમાપન થશે. ત્રણ મહિના સુધી ટ્રેનિંગ લઈ લાઈસન્સ મેળવ્યું, મુખ્યપ્રધાન શુભેચ્છા પાઠવી
35 દિવસ સુધી એકલા હાથે ટ્રક ચલાવી 13 રાજ્યોની સફર ખેડવા માટે દુરૈયા તપિયાએ પ્રોફેશનલ ડ્રાઈવની જેમ ટ્રેનિંગ લઈ હેવી લાઈસન્સ મેળવ્યું છે.

મહિલા જ્યારે હાઇવે પર જાતે ટ્રક હંકારીને હજારો કિમીની સફર ખેડશે આ એક ગૌરવની વાત

દુરૈયા તપિયાએ જણાવ્યું હતું કે, સામન્ય રીતે ટ્રક ચલાવવુંએ પુરૂષોનું કામ છે, ત્યારે મારા માટે આ મુશ્કેલ જરૂર હતું પણ અશક્ય નહીં. એટલે જ ત્રણ મહિના સુધી ટ્રક ચલાવવાનું શીખ્યા બાદ આરટીઓમાં હેવી લાઈસન્સ માટેની પ્રોસેસ કરી હેવી લાઈસન્સ મેળવ્યું અને અને હવે રાઇડ માટે તૈયાર છું. મહિલા જ્યારે હાઇવે પર જાતે ટ્રક હંકારીને હજારો કિમીની સફર ખેડશે આ એક ગૌરવની વાત છે.

બાઇકર્સ તરીકે તે પોતાની ઓળખ પ્રસ્થપિત કરી ચૂકી છે

ઉલ્લેખનિય છે કે, દુરૈયા તપિયાએ સાહસિક મહિલા છે. બાઇકર્સ તરીકે તે પોતાની ઓળખ પ્રસ્થપિત કરી ચૂકી છે. તે ભારત ભ્રમણ સાથે જ સિંગાપોર સુધી બાઇક રાઇડ કરી ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details