કોસંબા પાસે બિકાનેર-બાંદ્રા એક્સ્પ્રેસ ટ્રેનમાં સર્જાય ટેકનિકલ ખામી સુરત:સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામ નજીક અમદાવાદ થી મુંબઈ તરફ જતી બિકાનેર બાંદ્રા એક્સ્પ્રેસમાં ટેકનીકલ ખામી સર્જાતા ટ્રેનને તાત્કાલિક થોભાવવી પડી હતી. આ અંગેની જાણ થતાં રેલવે વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યાં હતા અને રીપેરીંગ કામ હાથ ધર્યું હતું.
બિકાનેર બાંદ્રા એક્સ્પ્રેસમાં ટેકનીકલ ખામી: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામ નજીક અમદાવાદ થી મુંબઈ તરફ જતી બિકાનેર બાંદ્રા એક્સ્પ્રેસમાં ટેકનીકલ ખામી સર્જાતા ટ્રેનને તાત્કાલિક થોભી દેવાની ફરજ પડી હતી. આ અંગેની જાણ થતાં રેલવે વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યાં હતા અને રીપેરીંગ કામ હાથ ધર્યું હતું.
રેલવેના અધિકારીઓ થયાં દોડતા: દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈ શરૂ કરાયેલી હોલીડે સ્પેશિયલ બીકાનેર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના એન્જનની આગળના વ્હીલની એક્સલ અપ ટ્રેક ઉપર ખોટકાઈ જતાં લોકો પાઈલોટે ટ્રેનને કોસંબા જંકશન પહેલા કોસંબા રેલવે યાર્ડમાં થોભાવી દીધી હતી. જેને પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું. સ્થાનિક ટીમ દ્વારા ચકાસણી કર્યા બાદ આ અંગેની જાણ વડોદરા ડિવિઝનને કરવામાં આવતાં ટેકનિકલ માણસોની ટીમ દોડી આવી હતી, અને તાત્કાલિક અસરથી પ્રભાવિત થયેલા રેલ વ્યવહારને કાર્યરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
4 કલાકની જહેમત બાદ ટ્રેન રવાના: ખોટકાયેલા એન્જિનને હટાવીને અન્ય ટ્રેનની મદદથી ચાર કલાકની જહેમત બાદ આ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનના કારણે આ રૂટ પર લગભગ 45 મિનિટ સુધી ટ્રેન વ્યવહાર ખોરવાઇ જવા પામ્યો હતો. સ્થળ પર હાજર સ્થાનિક આગેવાન નિર્મળ ભાઈ એ જણાવ્યું હતું કે, કોસંબા પાસે બીકાનેર બાંદ્રા એક્સપ્રેસમાં ખામી સર્જાતા તાત્કાલિક રેલવે વિભાગે થોભાવી હતી. અમે પણ સ્થળ પર પહોંચ્યા હતા. તમામ ટ્રેનને એક ટ્રેક પર દોડાવવાની ફરજ રેલવે વિભાગને પડી હતી. બાદમાં આખરે રીપેરીંગ કામ પૂર્ણ થતાં ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી.
- સુરતમાં ચાલુ ટ્રેને ચડવા જતા યુવક પ્લેટફોર્મ ટ્રેનની વચ્ચે પટકાયો, RPF જવાન બન્યો દેવદૂત
- Birth to Baby in Running Train: સુરત જતી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાએ બાળકને આપ્યો જન્મ, અન્ય મહિલા પ્રવાસીઓએ કરી મદદ