સુરતના કાપોદ્રા વિસ્તારમાં ફરી એક વાર લેડી ડોન ભૂરીએ આતંક માચાવ્યો છે. પોતાના મિત્ર સાથે બાઈક પર પાછળ બેસીને જઈ રહેલી ભૂરીની બાઈક સાથે કોઈની બાઈક અડકીએ વાતનો ગુસ્સો રાખીને ભૂરી રસ્તા પર ઉતરી આવી હતી. ભુરીએ બાઇક ચાલકના આધેડ સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરીને મારઝૂડ કરી હતી. બુકાનીમાં જતી ભૂરીએ બુકાની ઉતારીને બાઈક પોતાના મિત્રના હાથમાં આપ્યું અને આધેડ પાસે જઈ આતંક મચાવ્યો હતો. બાદમાં ટ્રાફિક વધતાં ભૂરી ત્યાંથી નીકળી ગઈ હતી.
ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી એક વખત વાયરલ - gujarati news
સુરત: લેડી ડોન તરીકે પોતાની ઓળખ દેશમાં બનાવનાર ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલનો વીડિયો ફરી એક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદમાં આવી છે. કાપોદ્રા વિસ્તારમાં બાઈક અથડાતા ભૂરીએ હોબાળો મચાવ્યો હતો. આધેડ સાથે ગેરવર્તન કરી ભૂરીએ આતંક મચાવ્યો હતો. હાલ આ વીડિયોના આધારે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે અત્યાર સુધી કોઈએ ભૂરી વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી નથી.
ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી એક વખત વાયરલ
ભુરીના આતંકને ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પણ જોતા રહી ગયા હતા. મહિલા હોવા છતાં અભદ્ર ભાષામાં બોલે છે તેવા ઉદ્દગારો સાથે ભૂરીને જતી કરી હતી. અગાઉ પણ ભૂરીના આતંકનો વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે. પોલીસ ફરિયાદ નોંધી તેને જેલ હવાલે પણ કરી હતી. પરંતુ જેલમાંથી પરત આવી તેને ફરી તરખાટ મચાવ્યો છે.