સુરતઃ પિતાવિહોણી દીકરીઓના પિતા બની સગી દીકરીઓની જેમ તેમના લગ્ન કરાવવા માટે જાણીતા પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને જાનવી લેબગ્રોન ડાયમંડ દ્વારા પિતાવિહોણી 300 દીકરીઓના ભવ્ય ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવનુ આયોજન (Surat grand wedding ceremony of 300 daughters ) કરવામાં આવ્યુ હતું. તા.૨૪ અને ૨૫ ડિસેમ્બર પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે આયોજિત લગ્નોત્સવ અંતર્ગતરાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel Kanyadaan grand wedding ceremony) ઉપસ્થિત રહી 150 નવદંપતિઓને સુખમય દામ્પત્ય જીવનના આશીર્વચન પાઠવ્યા હતા. પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
વિવિધતામાં એકતાની સંસ્કૃતિઃઆ ભવ્ય લગ્નન ઉત્સવમાં દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. દરેક સમૂહ લગ્નનમાં તમામ ધર્મની દીકરીઓના તેમના ધર્મ, રિતીરિવાજ મુજબ લગ્નન કરાવામાં આવે છે. હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઈની દરેકના ધર્મ મુજબ લગ્નન થાય છે. આ લગ્નોત્સવમાં મહારાષ્ટ્રીયન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશભર માંથી દીકરીઓ જોડાયા છે. આ અવસર વિવિધતામાં એકતાની સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે. (wedding ceremony of 300 daughters PP Savani Group)
દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારીઃઆ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. 'કન્યાદાન મહાદાન'ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની વર્ષ ૨૦૧૨થી સામૂહિક લગ્નોત્સવ બાદ હવે આ વર્ષે પણ જાનવી લેબગ્રોન ગ્રુપના રમેશભાઈ લખાણી પરિવારના સહયોગથી ‘દીકરી જગત જનની' લગ્નોત્સવ યોજી છે. એવા સવાણી અને લખાણી પરિવારને અભિનંદન.
આ પણ વાંચોઃPM મોદીએ 'મન કી બાત'માં કહ્યું માસ્ક અને હાથ ધોવા જેવી સાવચેતીઓનું ધ્યાન રાખો