ભાવનગર ડમીકાંડ મામલે સુરતમાં AAPના કાર્યકરોએ જાડેજાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સુરત : ભાવનગર ડમીકાંડ મામલે સુરત આમ આદમી પાર્ટી યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી યુવરાજસિંહને મુક્ત કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, યુવરાજસિંહને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને આ સમગ્ર કેસની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેજા હેઠળ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઘણા ઉમેદવારોએ ડમી રીતે પરીક્ષાઓ આપી :આ બાબતે સુરત આમ આદમી પાટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, રાજ્યમાં સરકારી ભરતી માટે અલગ અલગ પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાં 2015-16 પછી ઘણા બધા સરકારી ભારતીઓના પેપર ફૂટ્યા છે. આ પેપર ફૂટવા બાબતે કોણ કોણ સામે છે. પરીક્ષામાં કેટલાક લોકો ડમી રીતે બેસીને પરીક્ષા આપી છે. આ તમામ બાબતોને ઉજાગર કરનાર ગુજરાતનું એક યુવાન જેનું નામ આખું ગુજરાત જાણે છે. એવા યુવરાજસિંહ જાડેજા ગુજરાત સરકાર પર વારંવાર આરોપ લગાવ્યા છે કે, તમારી આ પરીક્ષાઓમાં ભૂલ થઈ છે. તો તમારે એ ભૂલો સુધારવી જોઈએ. આ પેપર ફોડવામાં ઘણા બધા લોકોએ મોટી ભૂમિકાઓ ભજવી છે. ઘણા બધા ઉમેદવારોએ ડમી રીતે પરીક્ષાઓ આપી છે.
આ પણ વાંચો :Rajkot News : યુવરાજસિંહ જાડેજાના બચાવ માટે કરણી સેના મેદાને પડી, 26 એપ્રિલે આપશે આવો કાર્યક્રમ
ખંડણી માંગવાના આરોપમાં યુવરાજસિંહની ધરપકડ:વધુમાં જણાવ્યું કે, આપણા ગુજરાતના નવ ભણેલા ગણેલા બેરોજગાર યુવાનો જેઓનું દેશ સેવા કરવાનું સપનું હતું. તેમના સપના ઉપર જે લોકોએ પથારી ફેરવવાનું કામ કરવામાં આવ્યું છે. ત્યારે એવા તમામ લોકોના નામ બહાર લાવાનું કામ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યની ભાજપ સરકારને એવો ડર લાગ્યો કે, આ નવ યુવાન કે જેનું નામ યુવરાજસિંહ છે. તેઓ અમારી ભાજપને બદનામ કરી રહ્યા છે, ત્યારે યુવરાજસિંહને એમથી તેમ ફસાવવાનું કામ ષડયંત્રના ભાગરૂપે તેમના પર ખોટા આરોપો લગાવી તેમની ધરપકડ કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે, ત્યારે આ મામલે પોલીસ ખુદ ફરિયાદી બની છે. ફરિયાદી ખુદ સામે આવ્યો નહીં. ખંડણી માંગવાના આરોપમાં યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવે છે.
આ પણ વાંચો :Bhavnagar News : 1 કરોડની ડીલ બાબતે યુવરાજસિંહના સાળાની કબૂલાત, 38 લાખ રોકડા રીકવર થયા, પંચોની હાજરીમાં થોકડીયું ગણાઇ
શુું માંગ કરવામાં આવી :વધુમાં જણાવ્યું કે, આજરોજ આ મામલે સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર મારફતે રાજ્યના મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યની અંદર આવી ગેરરીતિ થતી હોય એવા એને એક યુવાન દ્વારા બહાર પાડવામાં આવે છે. તો સરકારની જવાબદારી બની છે કે, તેને રક્ષણ આપવામાં આવે, પરંતુ તેના બદલે તે યુવાનને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. જેનો આમ આદમી પાર્ટી સખત વિરોધ કરી રહ્યો છે. મારી માંગણી છે કે, યુવરાજસિંહ પર જે પણ કેસ કરવામાં આવ્યા છે. તે તમામ કેસ પાછા ખેંચવામાં આવે અને સમગ્ર કાંડ જે બન્યા છે. એમાં પોલીસની જગ્યા પર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની આગેવાની હેઠળ એક સ્વતંત્ર સીટની રચના કરવામાં આવે. આ સીટ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે સ્પેશિયલ કોર્ટમાં ઝડપથી ચલાવવામાં આવે તેવી અમારી માંગ છે.