ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાટીયા ટોલનાકા વિવાદ: સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો - ભાટિયા ટોલનાકા વિવાદ

ભાટીયા ટોલનાકા પરથી પસાર થતાં સુરત અને બારડોલી પાસિંગના વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ સાથે ટોલ ટેક્સ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભાટીયા ટોલનાકા વિવાદ: સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો
ભાટીયા ટોલનાકા વિવાદ: સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો

By

Published : Mar 2, 2020, 11:11 PM IST

સુરતઃ કામરેજ ટોલનાકા બાદ હવે ભાટીયા ટોલનાકા પર વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ પ્રબળ બની રહી છે. જેને લઈ ટોલટેક્સ બચાવ સંઘર્ષ સમિતિ, પરિવર્તન ટ્રસ્ટ, સહિત માજી કોર્પોરેટરો ઉપરાંત કોંગી કોર્પોરેટરો અને સુરત જિલ્લાના સ્થાનિક ગામડાના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ભાટીયા ટોલનાકા વિવાદ: સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો

ટોલ ટેક્સમાંથી મુક્તિની માગ સાથે જિલ્લા કલેકટર કચેરીએ ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આવેદનપત્ર આપવા આવેલા સંઘર્ષ સમિતિના સભ્યોના હાથમાં પ્લે-કાર્ડ અને ઢોલ જોવા મળ્યા હતા. જ્યાં રાજ્ય સરકારને જગાડવા સમિતિના સભ્યોએ ઢોલ વગાડી સુરત અને બારડોલી પાસિંગના વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details