ગુજરાત

gujarat

ETV Bharat / state

Seva Pakhvadiyu : ભારતીય જનતા પાર્ટી દ્વારા PM મોદીના જન્મદિનની ઉજવણી અંતર્ગત ખાસ આયોજન

આગામી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા PM મોદીના જન્મદિનની ઉજવણી અંતર્ગત ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું મનાવવામાં આવશે. જે અંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

PM Modi Birthday
PM Modi Birthday

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 10:38 PM IST

ભારતીય જનતા પાર્ટી દ્વારા PM મોદીના જન્મદિનની ઉજવણી અંતર્ગત ખાસ આયોજન

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું મનાવવામાં આવશે. સુરત બીજેપી કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સેવા પખવાડિયા તથા બીજા સેવાકીય કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી.

PM મોદીનો જન્મદિન : સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, આગામી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી સેવાકીય પ્રવૃતિઓ કરીને કરવામાં આવે છે. તે ક્રમમાં ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર પરિવાર દ્વારા આ વખતે ખૂબ જ દબદબાભેર ભવ્ય રીતે આ ઉજવણી કરવામાં આવશે. જેમાં રક્તદાન કેમ્પ, આયુષ્યમાન કાર્ડ કેમ્પ, હેલ્થ કેમ્પ, દલિત વસ્તી સંપર્ક કાર્યક્રમ, સુપોષણ અભિયાન જેવા અનેક સેવાકીય કાર્યક્રમ સેવા પખવાડિયા દરમિયાન આયોજિત કરવામાં આવ્યા છે. ઉપરાંત 25 સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાળજી જન્મજયંતિ અને 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જન્મજયંતિની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

સેવા પખવાડિયાનું આયોજન :સુરત બીજેપી કાર્યાલય ખાતે કાર્યક્રમ અંગે જાણકારી આપતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, દરેક જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત દરેક કાર્યકર્તા ઘરોમાં જશે અને પ્રશ્નો પૂછશે. ત્યારબાદ તે અંગે ધારાસભ્યોને પ્રશ્નો પહોંચાડશે. કુપોષિત બાળકોને કીટ આપવામાં આવશે સાથે રક્તદાન કેમ્પ પણ યોજાશે. ભારતીય જનતા પાર્ટીનો ડોક્ટર સેલ પણ આ કાર્યમાં જોડાશે. ટીબીના દર્દીઓને ત્રણ મહિનાની કીટ આપવામાં આવશે. ઉપરાંત જરૂરીયાત હોય તેને મોઢાના ચોકઠાં બનાવી આપવામાં આવશે.

  1. PM Modi Birthday: PM મોદીના જન્મદિવસની ભેટરૂપે સુરતના ચાહકે હાથ પર કરાવ્યું ટેટુ
  2. પીએમ મોદીના ચિત્રની પાણીમાં રંગોળી બનાવી વડોદરાના આર્ટિસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવાઇ

ABOUT THE AUTHOR

...view details