સુરત:ગુજરાતી સંગીતમાં જેમનું યોગદાન મુઠ્ઠી ઉંચેરું છે, એવા પ્રફુલ દવેના (Praful Dave Bhajan) કંઠે ગવાયેલુ 'હરી તુ'નું જગદીશ ઇટાલિયા અફલાતૂન રીમેક (Famous Gujarati Bhajan Hari Tu Remake) પોપ સ્કોપ મ્યુઝિકના (Pop scope music) સથવારે લઇને આવી રહ્યા છે. આ ગીત લોકડાઉનના સમયગાળામાં શ્રમજીવી પરિવારને વતન પહોંચવા જે મુશ્કેલીઓ વેઠવી પડી હતી તે આની પ્રેરણા છે.
પ્રફુલ દવેના સુરે છે ગવાયેલું 'હરી તુ' ભજન
વાસ્તવમાં ગુજરાતી સંગીતમાં જેમનું યોગદાન મુઠ્ઠી ઉંચેરું છે, એવા પ્રફુલ દવેના કંઠે ગવાયેલુ 'હરી તુ' ગુજરાત જ નહીં બલ્કે વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી લોકોના કંઠે વારંવાર સાંભળાતું હોય છે. આ ગુજરાતી ફેમસ ભજન 'હરી તુ'નું જગદીશ ઇટાલીયા દ્વારા થઇ રહેલી રિમેક ફરીવાર અબાલવૃદ્ધ ગુજ્જુઓને ઘેલું કરશે એવું તેના પ્રોમો પરથી વર્તાય રહ્યું છે.
સંગીતથી મઢવા સાથે ફિલ્માંકિત કરવાનો અદભૂત પ્રયાસ
લોકડાઉનના સમયમાં જે લોકો ફસાય ગયા હતા તેઓ વાહન વ્યવહારની સુવિધાની ચિંતા કર્યા વગર પરિવાર સાથે પગપાળા વતન જવા માટે નીકળી પડ્યાં હતા. આ શ્રમજીવીઓને વતન પહોંચવા કઠીન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેની આ વેદનાને જગદીશ ઇટાલિયા 'હરી તુ' સંગીતની સાથે મઢવા અને ફિલ્માંકિત કરવાનો અદભૂત તેમજ અનોખો પ્રયાસ કર્યો છે.