હેડ કોન્સ્ટેબલના પુત્ર પણ વ્યાજખોરોનો શિકાર સુરત:સુરત શહેરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ખુદ પોલીસનો પરિવાર વ્યાજખોરના ચક્રમાં ફસાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના દીકરાએ એક વ્યાજખોર પાસેથી અઢી લાખ રૂપિયા લીધા હતા. જે પછી અઢી લાખના બદલામાં તેણે 22 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી, છતાં વ્યાજખોરો પોલીસ કર્મચારીના પુત્રને પરેશાન કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જે પછી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વ્યાજખોર જનક ચુડાસમાની ધરપકડ કરી છે.
ગાડી પણ લઈ લીધી:મોરા ભાગલ વિસ્તારમાં રહેતા કેનિલ ચૌહાણના પિતા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને તેઓ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કાર એસેસરીઝની ભાડેથી દુકાન ચલાવે છે. કેનિલ દુકાનમાં આવનાર ઓલપાડના જનક વનાભાઈ ચુડાસમા સાથે સંપર્કમાં આવ્યો હતો. જનકે જણાવ્યું હતું કે તે વ્યાજે પૈસા આપે છે એટલું જ નહીં ફોર અને ટુ-વ્હીલર ગાડીઓ પણ ગીરવી લઈને વ્યાજથી રૂપિયા આપતા હોવાનું જણાવ્યું હતું. એસેસરીઝ માલ ખરીદવા માટે રૂપિયાની જરૂર પડતા આજે જનક પાસેથી કેનીલે અઢી લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. જનકે કેનિલની ગાડી પણ લઈ લીધી હતી.
આ પણ વાંચોBhavnagar: વ્યાજના વિષચક્રમાં થતી ખોટી ઉઘરાણી સામે પોલીસ એક્શનમોડ પર, લોકસંવાદ શરૂ
ચક્રવતી વ્યાજ શરૂ કરી દીધું:એક ડિસેમ્બર 2021 ના રોજ એડવોકેટ પાસે લઈ જઈ જેના કે નોટરીમાં તેની સાઇન પણ કરાવી લીધી હતી. નોટરીમાં બે ગાડીનો 28 લાખ ભાડું અને 15 લાખ રોકડ હાથ ઊંચીના આપ્યા હોવાનું લખાણ કરેલું હતું ત્યારબાદ જેને કે તેની દુકાન આવી ડ્રોવરમાં મુકેલા કેનિલની સહી કરેલા ચેકો અને તેના મિત્રોના ચેકો તેની પાસે રહેલા રોકડા રૂપિયા 25,000 પણ લઈ લીધા હતા. આખરે આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં અરજી કરતા જનકે કેનિલની ગાડી તો પરત કરી દીધી હતી પરંતુ ચક્રવતી વ્યાજ શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચોSpecial Drive against Usurers : વ્યાજખોરો સામે ખેડામાં પ્રથમ ફરિયાદ, મહિલા સહિત ત્રણ સામે કપડવંજ પોલીસની કાર્યવાહી
43 લાખ રૂપિયા બાકી:આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાઘડીયા એ જણાવ્યું હતું કે, અઢી લાખ રૂપિયા દસ ટકા વ્યાજે આપી તેના બદલામાં બે વર્ષમાં આરોપીએ 20 લાખ રૂપિયા વસૂલ્યા બાદ પણ વ્યાજ અને મુદ્દલ સાથે 43 લાખ રૂપિયા બાકી હોવાનો હિસાબ વારંવાર ફરિયાદી કેનીલ ને આપતો હતો અને એને માનસિક ત્રાસ પણ આપતો હતો. ફરિયાદ નોંધાતા પોલીસે વ્યાજખોર જનક વનાભાઈ ચુડાસમાની ધરપકડ કરી લીધી છે. કેનિલના પિતા નરેશભાઈ ચૌહાણ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.