ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત મનપાએ વિકસાવ્યો વેસ્ટમાંથી બેસ્ટ કોન્સેપ્ટ, ફૂલોના વેસ્ટમાંથી બનાવ્યું ખાતર - Surat Municipal Corporation

સુરત મહાનગર પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. મંદિરો અને દરગાહ પરથી ફૂલોના વેસ્ટ ભેગા કરીને તેમાંથી અળસિયાના ખાતરનું ઉત્પાદન કરવામાં આવ્યું રહ્યું છે.

સુરત મનપા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો
સુરત મનપા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો

By

Published : Sep 23, 2020, 1:51 PM IST

સુરતઃ મહાનગર પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. જેમાં શહેરના મંદિરો-દરગાહ પરથી ફૂલોના વેસ્ટ ભેગા કરીને તેમાંથી અળસિયાના ખાતરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ ખાતરનો ઉપયોગ મનપા પોતાના બાગ બગીચાઓમાં કરી રહી છે. જો કે ખાસ વાત એ છે કે, મંદિર-મસ્જિદ બંધ હોવા છતાં પણ ઝાડ પાનના વેસ્ટમાંથી ખાતાર બનાવાયું છે. અન્ય રાજ્યથી ડેલિગેશન આ પ્લાન્ટની મુલાકાત પણ લઈ રહ્યા છે.

સુરત મનપા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો
ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ કે, દહેરાસરો પર પૂજા વિધિ માટે ઉપયોગમાં લેવાયેલા ફૂલોને નદીમાં વિસર્જિત કરી દેવામાં આવે છે. જો કે, તેનાથી તાપી નદી દૂષિત થતી હતી. જેથી બે વર્મિ કમ્પોઝ પ્લાન્ટ દ્વારા મનપા છેલ્લા 3 વર્ષથી શહેરના દરેક મંદિર, દરગાહ પર ચડાવાયેલા ફુલના કચરામાંથી અળસિયાનું ખાતર બનાવવાની કામગીરી કરી રહી છે. ખાસ કરીને મનપા સંચાલિત બાગ બગીચાઓમાં આ ખાતરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ મનપા આ ખાતરનું વેચાણ કરી આવક પણ ઉભી કરી રહી છે.

આ ખાતર 100 ટકા ઓર્ગેનિક હોવાથી પર્યાવરણને ફાયદાકારક છે. જો કે, કોરોના કાળમાં પણ પ્લાન્ટ બંધ ન રાખતા ઝાડ-પાનના ટ્રીમિંગ વેસ્ટમાંથી ખાતર બનાવવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરાઈ હતી. મહત્વની વાત એ છે કે, વિદેશોમાં પણ આ પ્રોજેક્ટ વખાણાય રહ્યો છે અને ઘણા વિદેશીઓ આ પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત પણ લઇ રહ્યા છે. સાથે જ હવે લોકો પણ જાગૃત થયા છે અને મંદિરમાં પૂજાપો ચડાવ્યા બાદ પોતે જ ખાતર બનાવવા માટે સેન્ટર પર આપી જતાં હોય છે.

પ્લાન્ટ ઈન્ચાર્જ એચ.સી.પટેલે જણાવ્યું કે, આ વર્ષે કોરોનાને કારણે મંદિર મસ્જિદ બંધ રહેવા છતાં પણ અમે ખાતર બનાવ્યું છે. ઝાડપાન અને નાના છોડવાઓના ટ્રીમિંગ બાદ જે કચરો નીકળે છે તેના દ્વારા આ ઓર્ગેનિક ખાતર બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 વર્ષમાં 600 ટન કરતાં પણ વધુ કચરાનો ઉપયોગ કરીને 160 ટનથી વધુ અળસિયાના ખાતરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. બિહાર સહિત અન્ય રાજ્યોના ડેલિગેશન આ પ્લાન્ટની મુલાકાત લઈ ચૂક્યા છે. આ જ રીતે પ્લાન્ટ પોતાના રાજ્યમાં મૂકવાની તૈયારી તેઓએ બતાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details