સુરત મનપાની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ પર કોવિડ-19 ડેસ્કબોર્ડ પર બેડ અવેલીબીલીટી જોઈ શકાશે
દિલ્હી અને અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના પરિવારજનો પ્રાઇવેટ હોસ્પિટલમાં ખાલી બેડોની વ્યવસ્થા અંગે માહિતી મેળવી શકશે. છેલ્લાં કેટલાક સમયથી કોરોના પોઝિટિવ દર્દીઓને બેડ માટે ફાંફા મારવા પડતા હતા. જેથી બેડની વ્યવસ્થા અને એવેલીબિટી જોવા માટે સુરતમાં પણ ઓનલાઈન વ્યવસ્થા સુરત મનપાના તંત્ર દ્વારા કરવામાં આવી છે.
સુરત
સુુુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોના કારણે દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડોની પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ પર કોવિડ-19 ડેસ્કબોર્ડ પર બેડ અવેલીબીલીટી (availability) ની તમામ વિગતો મુકવામાં આવી છે. જે હવે રોજે રોજ અપડેટ થશે.