બારડોલી નગરમાં ખાડો કે પછી ખાડામાં નગર , બારડોલી નગરના રાજમાર્ગ પર આવેલ કોલેજ નજીક મસમોટો ભૂવો પડયો છે. જે ભૂવામાં કોલેજમાં વિદ્યાર્થીને મુકવા આવેલા એક વાલીની વેગનાર કાર ખાબકી હતી, જેના કારણે વાલીએ પરેશાની ભોગવવી પડી હતી.
બારડોલીના રાજમાર્ગ પર પડયો ભૂવો, તંત્રની પોલ થઈ છતી - Gujarati News
બારડોલીઃ સુરત જિલ્લામાં બે દિવસના વિરામ બાદ અસહ્ય ગરમી વચ્ચે આજે વહેલી સવારથી મેઘરાજાની ફરી એન્ટ્રી થઇ છે. ત્યારે બારડોલી નગરના શાસકોના કામગીરીની પોલ ખુલ્લી થવા પામી છે, નગરમાં ઠેરઠેર ભૂવાઓ પડવાની ઘટના સામે આવી છે .
![બારડોલીના રાજમાર્ગ પર પડયો ભૂવો, તંત્રની પોલ થઈ છતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3751794-thumbnail-3x2-tapi.jpg)
બારડોલીના રાજમાર્ગ પર આવેલ કોલેજ નજીક ભૂવો પડયો
બારડોલીના રાજમાર્ગ પર પડયોભૂવો, તંત્રની પોલ થઈ છતી
વિકાસની મોટી મોટી વાતો કરતી બારડોલી નગરપાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલ્લી પડી જવા પામી હતી. નગરના રાજમાર્ગ પર અને તેમાં પણ શૈક્ષણિક સંસ્થા પી.આર.બી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના દરવાજા પાસે જ મસમોટો ભૂવો પડતા વિદ્યાર્થોએ પણ હાલાકી ભોગવવી પડે છે.