સુરત : બારડોલીના પ્રખ્યાત વકીલ અને બારડોલી શહેર કોંગ્રેસના પ્રમુખ નિકુંજ વકીલનું મંગળવારે મોડી રાત્રે કોરોનાને કારણે નિધન થયું હતું. એક અઠવાડિયા પહેલા નિકુંજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
બારડોલીમાં કોરોનાએ વધુ એક નેતાનો ભોગ લીધો: શહેર કોંગ્રેસ પ્રમુખ નિકુંજનું નિધન - nikunj vakil
કોરોનાને કારણે કોંગ્રેસના વધુ એક નેતાનું મોત થયું છે. બારડોલી શહેર કોંગ્રેસના પ્રમુખ નિકુંજ વકીલનું કોરોના સંક્રમણને કારણે મોત નિપજ્યું છે. આ પહેલા જમાલપુર વોર્ડના કોંગ્રેસના નેતા હબીબ મેવનું કોરોનાથી મોત થયું હતું.
nikunj vakil passed away
નિકુંજ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને છેલ્લા કેટલાક સમયથી તેઓ શહેર કોંગ્રેસનો પદભાર સંભાળી રહ્યા હતા. નિકુંજ એક સારા વકીલ હોવાની સાથે સ્પષ્ટ વક્તા પણ હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 10 મેના રોજ જમાલપુર વોર્ડના કોંગ્રેસના નેતા હબીબ મેવનું કોરોનાથી મોત થયું છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ હબીબ મેવને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.