બારડોલી નગરપાલિકામાં સરેરાશ 64.30 ટકા મતદાન થયું - શિશુ મંદિર સ્કૂલ
સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે રવિવારે મતદાન થયું હતું. અહીં સાંજે 6 વાગ્યા સુધીમાં 64.30 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી વધુ મતદાન વોર્ડ નંબર- 8માં 71.08 ટકા નોંધાયું હતું અને સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર- 2માં 53.08 ટકા નોંધાયું હતું.
બારડોલી નગરપાલિકામાં સરેરાશ 64.30 ટકા મતદાન થયું
By
Published : Mar 1, 2021, 8:49 AM IST
સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 8માં 71.08 ટકા મતદાન
સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 2માં 53.08 ટકા મતદાન
49 મતદાન મથકો પર મતદાન યોજાયું
બારડોલી: બારડોલી નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકો માટે રવિવારે યોજાયેલા મતદાનમાં 49 મતદાનમથક પર વહેલી સવારથી મતદારોની લાઈન જોવા મળી હતી. સવારના સમયે મતદાનનો ધસારો જોવા મળ્યો હતો. બપોરે ગરમી વધતાં નગરજનો મતદાનની અડગા રહ્યા હતા. બાદમાં સાંજે ત્રણ વાગ્યા પછી નગરજનો ફરીથી મતદાન માટે મતદાન કેન્દ્ર પર લાઇનમાં નજરે પડ્યા હતા.
બારડોલી કોલેજમાં મતદાનનો વીડિયો ઉતારતા એક યુવક સામે કાર્યવાહી
બારડોલી કોલેજ ખાતે વહેલી સવારે એક મતદાર ઈવીએમ મશીન પર મતદાન કરવાના વીડિયો ઉતારતા પ્રિસાઈડિંગ અધિકારીએ મતદારને પકડી લઈ ફોટો અને વીડિયો ડિલીટ કરવાનું કહેવા છતાં ન કરતા મતદારને બેસાડી ઝોનલ અધિકારીને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 2માં 53.08 ટકા મતદાન સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 2માં 53.08 ટકા મતદાન
વોર્ડ નંબર 2માં નવા મતદાન કેન્દ્રને લીધે મતદારો ગૂંચવાયા
વોર્ડ નંબર 2માં શિશુમંદિર સ્કૂલ તેમ જ શાસ્ત્રી પર આવેલા તાલીમ ભવન ખાતે મતદાન હોય મતદારો મતદાન માટે ગૂંચવાતા હતા. કેટલીક સોસાયટીઓને શિશુ મંદિરમાંથી તાલીમ ભવનમાં મતદાનમથકની જાણકારી ન હોય ધક્કા ખાવા પડ્યા હતા.
મતદાર એજન્ટ અને ઉમેદવારે પ્રિસાઈડિંગ ઓફિસર સાથે કરી માથાકૂટ
બારડોલીના વોર્ડ નંબર 5ના મતદાનમથક પર મતદાર એજન્ટ અને ઉમેદવારે પ્રિસાઇડિંગ ઓફિસર સાથે મગજમારી કરતાં ચૂંટણી અધિકારીને બોલાવવાની ફરજ પડી હતી. વિવાદ વધતાં પોલીસ કાફલો ધસી આવી સમજાવવાનો પ્રયાસ કરવા છતાં મતદાર એજન્ટે પોતાની દલીલ ચાલુ રાખી મતદાનમાં વિક્ષેપ ઊભો કરતાં મતદાન થોડો સમય માટે અટકી ગયું હતું. પોલીસે સમજાવવા છતાં ન સમજતા તેને પોલીસ મથકે લઈ ગયા હતા.
સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 8માં 71.08 ટકા મતદાન
વોર્ડ 8માં અનેક વખત કોંગ્રેસ ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું
વોર્ડ નંબર- 8માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અનેક વખત ઘર્ષણ થયું હતું. જેને પગલે મતદારો પણ એક સમયે મૂંઝાઈ ગયા હતા.
આદર્શ મતદાન મથક પર સેલ્ફી પોઇન્ટ
બારડોલીની વામદોત હાઈસ્કૂલ ખાતે આદર્શ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું જ્યાં મતદાન કેન્દ્રની બહાર સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો હતો. સેલ્ફી પોઇન્ટમાં મતદારો મત આપીને આવ્યા બાદ સેલ્ફી લીધી હતી. મતદારોમાં આવી વ્યવસ્થાને જોઈ આશ્ચર્ય સાથે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.