ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીમાં ભાજપ મહામંત્રીની કારે લીધો એક વ્યક્તિને લીધો અડફેટે, કારમાંથી મળી આવી મોંઘીદાટ દારૂની બોટલો

સુરત: જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા તલાવડી વિસ્તાર નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. તો આ ઈજાગ્રસ્તને તલાવડી વિસ્તારમાં સરદાર હૉસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જો કે આ અકસ્માત કરનાર કાર બારડોલી તાલુકાના જ ભાજપના મહામંત્રી પરિક્ષિત દેસાઈની હોવાનું સામે આવ્યું છે.

બારડોલીમાં ભાજપ મહામંત્રીની કારે લીધો એક વ્યક્તિને લીધો અડફેટે, કારમાંથી મળી આવી મોંઘીદાટ દારૂની બોટલો

By

Published : Jul 22, 2019, 5:40 AM IST

સુરતના જિલ્લાના બારડોલીના તલાવડી વિસ્તારમાં એક કારે રાહદારીને અડફેટે લઇને ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં અકસ્માત સર્જનારી કાર બારડોલી તાલુકાના ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઇની હોવાનું સામે આવ્યું છે. તો ભાજપના મહામંત્રીની આ કારમાંથી મોંઘી દાટ દારૂની બોટલો પણ મળી આવી હતી. ત્યારે આ અકસ્માત દારૂના નશામાં જ મહામંત્રી પરિક્ષિત દેસાઈ દ્વારા સર્જ્યો હોવાનું લોકોમાં ચર્ચા થઇ રહી છે.

બારડોલી મહામંત્રીના કારનો વાઇરલ વીડિયો

આ અંગે મળતી માહિતી મુજબ અકસ્માત બાદ લોકો દ્વારા કારનો પીછો કરતા અકસ્માત સર્જનારને પકડીને માર મારવામાં આવ્યો હતો. તો કાર ચાલક ભાજપનો મહામંત્રી પરિક્ષિત દેસાઈ જ હતો. સાંજ પડેને દારૂના નશામાં ચકચૂર પરિક્ષિત વ્યસનની ટેવ ધરાવે છે.

જો કે કાયમની જેમ પોતાના માણસોને છવારવા ટેવાયેલા તાલુકા ભાજપના આગેવાનો દોડી આવ્યા હતા. આ સાથે જ વિવિધ કહાનીઓ બનાવી પરિક્ષિત દેસાઈને બચાવવા માટેના ધમપછાડા કરવાના શરૂ કર્યા હતા. જો કે કારમાં દારૂની બોટલનો વીડિઓ પણ વાયરલ થયો છે.

તો બીજી બાજુ ઈજાગ્રસ્તને ફરિયાદ નહીં કરવા પણ દબાણ કરાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તો એક બાજુ ભાજપ સરકાર દારૂ બંધીની વાત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ પક્ષના જ આવા દારૂના વ્યસનીઓ ખુલ્લેઆમ દારૂની બોટલો કારમાં લઇને બિન્દાસ્ત ફરી રહ્યા છે.

ત્યારે સમગ્ર ઘટનામાં ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઇની પોલીસ પૂછપરછ કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. તો ભાજપ દ્વારા પણ આવા પોતાના કાર્યકરોને છાવારવા કરતા શિક્ષાત્મક પગલાં લે અને દાખલો બેસાડે તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details