ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં આરોગ્યપ્રધાન ખોવાયા હોવાના લાગ્યા બેનરો - AAP

આમ આદમી પાર્ટી દ્વારા વરાછા વિસ્તારમાં લાગ્યા આરોગ્ય પ્રધાનના બેનરો લગાડવામાં આવ્યા છે. જેમાં આરોગ્યપ્રધાન ખોવાયા હોવાના બેનરો લાગ્યા છે. જે કોઈને મળે તે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતિનો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોવિડની મહામારી વચ્ચે આરોગ્યપ્રધાન કુમાર કાનાણી ગેરહાજરી સામે રોષ અને સિવિલ તેમજ સ્મીમેર હોસ્પિટલમાં અવ્યવસ્થાને લઈ આ બેનરો AAP દ્વારા લગાડવામાં આવ્યા છે.

surat
સુરત

By

Published : Jul 3, 2020, 1:44 PM IST

સુરત : આમ આદમી પાર્ટી દ્વારા વરાછા વિસ્તારમાં આરોગ્ય પ્રધાનના બેનરો લગાડવામાં આવ્યા છે. જેમાં AAP ગુજરાતના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ ખુબ જ વઘી રહ્યુ છે. તેને જલ્દીથી કાબુમાં લેવામાં આવે તેમજ રોજ-રોજ સિવિલ-સ્મીમેર હોસ્પિટલોની ગંભીર બેદરકારીઓ જેમ કે, સારવાર, દવાઓ, ગંદકી, દર્દીઓ સાથે અમાનવીય વર્તન તેમજ સાઘન સામગ્રીનો અભાવ જેવી વિવિઘ ફરિયાદો વારંવાર મળતી રહે છે.

સુરતમાં આરોગ્યપ્રધાન ખોવાયા હોવાના બેનરો લાગ્યા

આ ગંભીર બાબતોને આરોગ્યપ્રધાન ગંભીરતાથી લેતા નથી. ભાજપના નેતાઓએ કોરોના નહિ પણ તેને ઉત્સવ બનાવી દીધો છે. જેમાં લોકોને પડતી હાલાકી ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા આ બેનરો લગાડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details