અમરોલી કોલેજમાં BAની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેન્કિંગનું પેપર આપી દેવાયું સુરત:પેપર ફુટવાના કિસ્સા તો તમે છેલ્લા ઘણા વર્ષોથી સાંભળી રહ્યા છો. હવે તો હદ પાર થઈ ગઈ હોય તેવો કિસ્સો સુરતમાં બન્યો છે. અમરોલીની જે.ઝેડ.શાહ કોલેજમાં BA ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેન્કિંગનું પેપર આપી દેવાયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો એક બિજા પર આરોપ કરવામાં આવી રહ્યા છે.
"પ્રશ્નપત્રના ઉપર પણ વાણિજ્ય સંચાલનનું પ્રશ્નપત્ર છે તેમ લખવામાં આવ્યું હતું. તેમાંથી કોઈ પ્રશ્નપત્ર સેટ માંથી બેન્કિંગના પાંચ પ્રશ્નપત્ર નીકળતા આ મામલે વિદ્યાર્થી સુપરવાઇઝરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ખબર પડી કે, વાણિજ્ય સંચાલનનું પ્રશ્નપત્ર માંથી બેન્કિંગના પ્રશ્નપત્રો નીકળ્યા છે"--ડો.કિશોરસિંહ ચાવડા ( VNSGU - કુલપતિ )
એજન્સી પાસે ખુલાસો: આ મામલે પરીક્ષા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તે વિદ્યાર્થીઓને વાણિજ્ય સંચાલનનું પ્રશ્નપત્ર આપી દેવામાં આવ્યું હતું. એટલે કે, વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનું નુકસાન ગયુ ન હતું. ત્યારબાદ વાણિજ્ય સંચાલનનું પ્રશ્નપત્રમાંથી બેન્કિંગના પ્રશ્નપત્રો નીકળતા મામલે જે તે પ્રિન્ટિંગ એજન્સી પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. તે ઉપરાંત તેમને આપવામાં આવતા પૈસા પણ ન આપવામાં આવે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે. તથા ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની માટે તપાસ કમિટી પણ બનાવી દેવામાં આવી છે.
"વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી પાછી ગંભીર બેદરકારી સામે આવી છે. માત્ર પરીક્ષાઓમાં જ નહીં પરંતુ બાંધકામ, ટેન્ડરોમાં વારંવાર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવતી હોય છે. પ્રવેશ,પરીક્ષા અને પરિણામ આ બાબતોનું ધ્યાન આપવાને બદલે યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ઘણી વખત છબાડાઓ કરવામાં આવ્યા છે" --ડો.ભાવેશ રબારી (સેનેટ મેમ્બર VNSGU )
કુલપતિને રજૂઆત:આ ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી છે. પરંતુ જ્યારે પરીક્ષા લેવામાં આવી છે. ત્યારે પેપર તો બદલીને જ આપવામાં આવ્યું હશે. ત્યારે આ મામલે મેં કુલપતિને રજૂઆત કરી છે. આ પહેલા પણ યુનિવર્સિટીની વાડિયા વિમેન્સ અને એમટીબી કોલેજમાં આ પ્રકારની ઘટના બની ચૂકી છે. સતત આવી ઘટનાઓ સામે આવી હોવા છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
- Surat News: ધનશેર પ્રાથમિક શાળાના શિક્ષિકા કોકીલા પટેલના વિદાય પ્રસંગે શાળા અને ગામ હીબકે ચઢ્યું
- Bhavnagar News : ભાવનગરની 1 સ્કૂલ પીએમશ્રી યોજનામાં પહોંચી 55માંથી અન્ય એક પણ કેમ સ્થાન પામી નહીં?