બેંક દ્વારા પણ ટેકનોલોજીના ઉપયોગ થકી ગ્રાહકોની અપાતી સેવાઓ વધુ સરળ સુરત::આપણા દેશમાં જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ ટેકનોલોજી પણ ખૂબ જ આગળ વધી રહી છે. (Bank of baroda digital zone in surat) ટેકનોલોજી આવવાને કારણે ઘણુંબધું કામ સહેલું થઈ ગયું છે. બેંક ઓફ બરોડાએ સુરત ખાતે આજે ડિજિટલ બેંકિંગ સેલ્ફ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. (BOB digital banking self unit in surat)
સેલ્ફ સર્વિસ ઝોન: બેંક દ્વારા પણ ટેકનોલોજીના ઉપયોગ થકી ગ્રાહકોની અપાતી સેવાઓ વધુ સરળ કરવામાં આવી છે. ટેકનોલોજીની ડિજિટલની દુનિયામાં આપણા દેશની બેંક પણ આગળ વધી રહી છે. બેંક ઓફ બરોડાએ સુરત ખાતે આજે ડિજિટલ બેંકિંગ સેલ્ફ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. જેમાં ગ્રાહકો માટે એક સેલ્ફ સર્વિસ ઝોન (Bank of baroda digital zone) બનાવામાં આવ્યો છે. ગ્રાહકો 24 કલાક આ સેવાઓનો ઉપયોગ કરી શકશે. સુરતમાં આજે બેંક ઓફ બરોડાએ પોતાનું એક અલગથી ડિજિટલ બેંકિંગ સેલ્ફ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. આ ડિજિટલ બેન્કિંગ સેલ્ફ યુનિટ થકી ગ્રાહકોને ખુબ જ ફાયદો થશે. બેંક ઓફ બરોડા દ્વારા પહેલી વખત સુરતમાં આ સર્વિસ લોંન્ચ કરવામાં આવી છે. જોકે આ પહેલા સુરતમાં કોટક બેંક એ ખોલ્યું હતું.
આ પણ વાંચો:ગુજરાતના એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા, 2 ટકા પેસેન્જરનું થશે સ્ક્રીનિંગ
45 જેટલી સેલ્ફ સર્વિસો:ગ્રાહકો માટે ખાસ એક સેલ્ફ સર્વિસ ઝોન બનાવામાં આવ્યો છે. એમાં કેસ વિડ્રો, કેસ ડિપોઝીટ, બેંક પાસ બુક જેવી સુવિધાઓ 24 કલાક આપવામાં આવશે. આ સેલ્ફ ઝોનમાં ઘણા બધા ટેબ્લેટ મુકવામાં આવ્યા છે. જે થકી ગ્રાહકો પોતાના બેંકના કામકાજ જાતે જ કરી શકશે. ઉપરાંત બેંકના કર્મચારીઓ પણ હશે. આ સેલ્ફ સર્વિસમાં 45 જેટલા સર્વિસો આપવામાં આવી છે. આ ડિજિટલમાં એકાઉન્ટ ઓપનિંગ, સ્ટેટમેન્ટ, એડ્રેસ ચેન્જ, મોબાઈલ નંબર ચેન્જ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ રિકવેસ્ટ, ફોર્મ ભરવું વગેરે સેવાઓનો ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચો:VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ હલકી ગુણવત્તા વાળું ભોજન લેવા મજબૂર
ગ્રાહકોને થશે ફાયદો: બેંક ઓફ બરોડા કાર્યપાલક અધિક્ષકે જણાવ્યું કે આ ડિજિટલ સર્વિસથી ગ્રાહકોને ખૂબ જ ફાયદો થશે. આ પ્રકારની સર્વિસ સુરતમાં પહેલી વખત ડિજિટલ બેંકિંગ યુનિટ લોન્ચ કરાયું છે. અને આગળ બીજા શહેરોમાં વધુ આવી જ ડિજિટલ યુનિટ ખોલીશું. ગ્રાહકો એકાઉન્ટ ઓપનિંગ, સ્ટેટમેન્ટ, એડ્રેસ ચેન્જ, મોબાઈલ નંબર ચેન્જ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ રિકવેસ્ટ, ફોર્મ ભરવું વગેરે સેવાઓનો જાતે ઉપયોગ કરી શકાશે.