ગુજરાત

gujarat

ETV Bharat / state

Dhirendra Shastri In Gujarat : ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ગુરુ રામભદ્રાચાર્ય સાથે સુરતની મુલાકાતે આવશે - ઉધનામાં ધીરેન્દ્ર શાસ્ત્રી

ફરી એકવાર બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી તેમજ તેમના ગુરુ રામભદ્રાચાર્ય મહારાજ પણ 10મી જૂને સુરતની મુલાકાતે આવી રહ્યા છે. સુરતમાં ભવ્ય શોભાયાત્રા, ધાર્મિક સંવાદ તેમજ કથાનું વર્ણન સહિત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.

Bageshwar Dham : ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ગુરુ રામભદ્રાચાર્ય સાથે સુરતની મુલાકાતે
Bageshwar Dham : ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ગુરુ રામભદ્રાચાર્ય સાથે સુરતની મુલાકાતે

By

Published : Jun 6, 2023, 3:03 PM IST

સુરત : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર સુરત શહેરમાં પધારતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુત્રો અનુસાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 10 જૂનની રાત્રે સુરત ખાતે આવશે. જ્યારે 11 જૂનના રોજ લગ્ન પ્રસંગમાં હાજરી આપશે. જો કે, એક દિવસ પહેલા 10 જૂનના રોજ રામભદ્રાચાર્ય મહારાજ પણ સુરત આવશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. રામભદ્રાચાર્યજી મહારાજ ખૂબ જ પ્રખ્યાત કથાકાર છે. સુરત એરપોર્ટથી અણુવ્રત દ્વાર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં સુરત શહેર, દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં લોકો હાજર રહેશે. ત્યારબાદ તેઓ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા તેરાપંથ ભવનમાં ધાર્મિક સંવાદ કરશે. જ્યાં રામચરિત માનસ સહિત ભાવિક ભક્તો સાથે વાત કરશે.

તમામ પ્રકારની તૈયારી અમે કરી રહ્યા છીએ. ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા માટે અમે વધારે ધ્યાન આપી રહ્યા છે. રામભદ્રાચાર્ય સુરત એરપોર્ટ પર પધારશે. એરપોર્ટથી સિટીલાઈટ સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના હજારો લોકો હાજર રહેશે. સાથે તેઓ ઉધના વિસ્તારમાં આવેલી તેરાપંથ ભવન ખાતે એક સંવાદમાં હાજરી આપશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 10 જૂને રાત્રે સુરત આવશે અને 11 જૂનના રોજ લગ્નમાં હાજરી આપશે. - શિવમ મિશ્રા (આયોજક)

રામભદ્રાચાર્ય મહારાજ દ્વારા કથાનું વર્ણન :મળતી માહિતી મુજબ રામભદ્રાચાર્ય જી મહારાજ અને તેમના શિષ્ય બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જગતગુરુ શ્રી રામભદ્રાચાર્ય મહારાજના ઉત્તરાધિકારીના મોટા ભાઈ શિવમ મિશ્રાના લગ્નમાં આશીર્વાદ આપવા સુરત પહોંચવાના છે. ત્યારે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામભદ્રાચાર્ય મહારાજ દ્વારા કથાનું વર્ણન કરવામાં આવશે. જાણીતા એડવોકેટ અને સામાજિક કાર્યકર વિનય શુક્લા આ કથાનું સંચાલન કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ વખત સુરત શહેરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. સુરત બાદ રાજકોટ, અમદાવાદ અને વડોદરા દિવ્ય દરબારનું આયોજન કરી ચૂક્યા છે.

  1. Bageshwar Dham in Vadodara: કાફલો ઊભો રખાવીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ રસ્તા વચ્ચે માણ્યો પાણીપુરીનો સ્વાદ, પાણીપુરી વિક્રેતા રાજીના રેડ
  2. Bageshwar Dham in Vadodara : હિન્દુ રાષ્ટ્ર અંગે પોતાના વિચારો સ્પષ્ટ કરતાં બાગેશ્વર ધામ, રાજનીતિમાં આવવા અંગે શું કહ્યું જૂઓ
  3. Baba Bageshwar : વડોદરાના બે મૂર્તિકારે ભૂતળા માટીમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીની મૂર્તિ તૈયાર કરી ભેટ આપવા પહોંચ્યા

ABOUT THE AUTHOR

...view details