ગુજરાત

gujarat

Bageshwar Dham Controversy : ' ઘરે બેસીને ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા જોવી જોઈએ ' સંગીતા પાટીલે બાપુને આપી સલાહ

By

Published : May 22, 2023, 8:51 PM IST

સુરતમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજતાં પહેલાં રાજકીય માહોલમાં ગરમાગરમી જોવા મળી રહી છે. લિંબાયત એમએમલે સંગીતા પાટીલની ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાને ફરીવાર અપાયેલી સલાહ કેવી હતી તે વિગતે જોઇએ.

Bageshwar Dham Controversy : ' ઘરે બેસીને ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા જોવી જોઈએ ' સંગીતા પાટીલે બાપુને આપી સલાહ
Bageshwar Dham Controversy : ' ઘરે બેસીને ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા જોવી જોઈએ ' સંગીતા પાટીલે બાપુને આપી સલાહ

તેઓને હવે શાંતિથી રહેવું જોઈએ

સુરત : બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 26 અને 27 મેના રોજ સુરતમાં તેમનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજશે. સુરતમાં આ કાર્યક્રમને લઈ રાજકીય વિવાદનું વાતાવરણ બન્યું છે કારણ કે સુરતના ધારાસભ્યો સહિત સ્થાનિક ભાજપ દ્વારા કાર્યક્રમની આગેવાની લેવામાં આવી છે. ત્યારે તાજેતરમાં ગુજરાતના રાજકારણમાં મોટું સ્થાન ધરાવતાં વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા અને લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ વચ્ચે શાબ્દિક તણખાં પણ ઝરતાં જોવા મળેલાં છે. એવામાં વધુ એખ નિવેદન સંગીતા પાટીલ તરફથી આવ્યું હતું.

શંકરસિંહ વાઘેલાને સલાહ આપી : ગુજરાત રાજકારણના દિગ્ગજનેતા શંકરસિંહ વાઘેલાએ જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને ભાજપનો માર્કેટિંગ કાર્યક્રમ ગણાવ્યો હતો. આ નિવેદન પર પલટવાર કરી લીધાં બાદ પણ લઈ સુરત લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે ફરી શંકરસિંહ વાઘેલાને સલાહ આપી હતી કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને આ ઉંમરમાં તેમણે શાંતિથી રહેવું જોઈએ. ઘરે બેસીને ધીરેન્દ્ર શાસ્ત્રીની આ કથાને જોવી જોઈએ અને ખોટા નિવેદનો નહીં આપવા જોઈએ.

તેઓ ખૂબ સારા વ્યક્તિ છે પરંતુ હવે તેમની ઉંમર થઈ ગઈ છે. જેથી તેઓને હવે શાંતિથી રહેવું જોઈએ અને શાંતિથી ઘરે બેસીને કથાને જોવી જોઈએ.કેવી રીતે બાબા કથા કરે છે અને દિવ્ય દરબાર લગાવે છે આ બધું જ તેમણે ઘરે બેસીને શાંતિથી બેસીને જોવું જોઈએ. આવા પ્રકારના ખોટા નિવેદનો નહીં આપવા જોઈએ...સંગીતા પાટીલ (લિંબાયત ધારાસભ્ય)

ભાજપ ઉપર આકરા પ્રહારો : ગુજરાતના તમામ મોટા શહેરોમાં બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર કાર્યક્રમમાં લોકોને સંબોધશે. હંમેશાથી વિવાદમાં અને ચર્ચામાં રહેનાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવે તે પહેલાં જ તેમના કાર્યક્રમને લઈ વિવાદ સર્જાયો છે. એક બાજુ અંધશ્રદ્ધા નિવારણ શાખા દ્વારા કાર્યક્રમને લઈ ઓપન ચેલેન્જ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ ગુજરાત રાજકારણના દિગ્ગજ નેતા ગણાતા શંકરસિંહ વાઘેલાએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમોને લઈ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતાં. તેઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને ભાજપ દ્વારા કરવામાં આવી રહેલ માર્કેટિંગ અને ધર્મના નામે થઈ રહેલ ધતિંગ સુધી ગણાવ્યા હતાં.

શું કહ્યું હતું વાઘેલાએ : ભાજપનું માર્કેટિંગ શબ્દ પ્રયોગ વિશે અત્રે ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા 18મેએ રાત્રે સુરતની મુલાકાતે હતા ત્યારે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જે પણ દિવ્ય દરબાર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તે ભાજપનું માર્કેટિંગ છે અને ધર્મના નામે જે ધતિંગ ચાલી રહ્યું છે તે ન થવું જોઈએ.. ભારતીય જનતા પાર્ટી એક માર્કેટિંગ કરનાર પાર્ટી છે અને ભાજપ ભગવાધારી લોકોનો દુરુપયોગ કરે છે. જે લોકો ખોટા ચમત્કારના નામે નાટક કરી રહ્યા છે તે બંધ થવું જોઈએ.

  1. Bageshwar Dham : શંકરસિંહ વાઘેલાના નિવેદન પર પલટવાર કરતાં સંગીતા પાટીલ, બાગેશ્વર ધામ કાર્યક્રમને લઇ વિવાદ
  2. Baba Bageshwar Dham : ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ ભાજપનું માર્કેટિંગ છે, વરિષ્ઠ નેતાએ કર્યો મોટો આક્ષેપ
  3. Bageshwar Dham in Surat : સુરત ભાજપના નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ હાઈજેક કરી લીધાંની ચર્ચા, આયોજક શું કહે છે?

ABOUT THE AUTHOR

...view details