ગુજરાત

gujarat

ETV Bharat / state

Baby found on side of road : આ માસૂમનું શું થશે? પલસાણા ચાર રસ્તાથી મળ્યું નવજાત શિશુ - પલસાણા ચાર રસ્તા

પલસાણા તાલુકાના ઇટાળવા ગામની સીમમાંથી ત્રણ દિવસની નવજાત બાળકી મળી (Baby found on side of road ) આવતા ચકચાર મચી ગઈ હતી. પલસાણા પોલીસે આ અંગે ગુનો નોંધી તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.

Baby found on side of road : આ માસૂમનું શું થશે? પલસાણા ચાર રસ્તાથી મળ્યું નવજાત શિશુ
Baby found on side of road : આ માસૂમનું શું થશે? પલસાણા ચાર રસ્તાથી મળ્યું નવજાત શિશુ

By

Published : Jul 29, 2022, 7:43 PM IST

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા ઇટાળવા ગામની સીમમાં આવેલ કિંગ કોર્નર હોટલની સામે આવેલ ફૂટપાથ ઉપરથી ચાની લારી ચલાવતા વ્યક્તિને ત્રણ દિવસની નવજાત બાળકી મળી (Baby found on side of road) આવી હતી. તેણે પલસાણા પોલીસને આ અંગે જાણ કરી હતી. જે આધારે પોલીસે અજાણ્યા પુરુષ કે સ્ત્રી સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં માતાની મમતાં મરી પરવરી : નવજાત બાળકીને જન્મતાની સાથેજ તરછોડી દીધી

ચાની લારીવાળાને રડવાનો અવાજ સંભળાયો - સુરત જિલ્લાના ઇટાળવા ગામે રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની ફિરોજ નાઝીર ખટિક પલસાણા ચાર રસ્તા (Palsana cross Road ) ખાતે હાઇવે પર ઇટાળવા ગામની સીમમાં કિંગ કોર્નર હોટલ પાસે ચાની લારી ચલાવે છે. શુક્રવારના રોજ સવારે 6 વાગ્યાની આસપાસ ચાની લારી પર ફિરોજ હાજર હતો ત્યારે ચા પીવા માટે તેમને ત્યાં બે ગ્રાહકો આવ્યા હતા. જેમણે ફિરોજને જણાવ્યું હતું કે, નવજાત બાળક રડી રહ્યું હોય એવો અવાજ આવી રહ્યો છે. જેથી ફિરોજ તથા બે ગ્રાહક અવાજ વાળી દિશામાં તપાસ કરતાં તેમને કિંગ કોર્નર હોટલની બાજુમાં ફૂટપાથ પર ખુલ્લી જગ્યામાં નવજાત બાળક પડેલું (Baby found on side of road) જોયું હતું.

આ પણ વાંચોઃ મહેસાણાના બેચરાજીમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી

પોલીસે બાળકીનો કબ્જો લઈ સારવાર માટે ખસેડી -તેમણે બાળકને જોઈને તપાસ કરતાં ત્રણ દિવસ અગાઉ જન્મેલ બાળકી (Baby found on side of road) હોવાનું બહાર આવ્યું હતું. તેમણે તાત્કાલિક બાળકીને ઊંચકી સફાઈ કરી પલસાણા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. જેને પગલે પોલીસની PCR વાહન (Palsana Police PCR Van) તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીનો કબ્જો લઈ તેને સારવાર માટે પલસાણા CHCમાં (Palsana CHC) લઈ ગયા હતાં. બનાવ અંગે પલસાણા પોલીસે બાળકીને ત્યજી દેનાર અજાણ્યા સ્ત્રી કે પુરુષ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details