ગુજરાત

gujarat

ETV Bharat / state

Baba Bageshwar in Gujarat: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં, દુર-દુરથી લોકો સુરત આવી પહોંચ્યા

સુરત બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી એ સુરત શહેરમાં પોતાનો દરબાર લગાવ્યો હતો. જેમાં દૂર દૂરના વિસ્તારમાંથી લોકો એમના દર્શન માટે ઉમટી પડ્યા હતા. જાણે માનવમહેરામણ ઉમટી પડ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે.

Baba Bageshwar in Gujarat: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં,  દુર-દુરથી લોકો સુરત આવી પહોંચ્યા
Etv Bharat Baba Bageshwar in Gujarat: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં, દુર-દુરથી લોકો સુરત આવી પહોંચ્યા

By

Published : May 27, 2023, 9:18 AM IST

Updated : May 27, 2023, 11:36 AM IST

Baba Bageshwar in Gujarat: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં, દુર-દુરથી લોકો સુરત આવી પહોંચ્યા

સુરત: ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત સુરત શહેરથી થઈ હતી. બે દિવસનું રોકાણ કરીને તેમણે સાંજે દિવ્ય દરબારમાં હાજરી આપી હતી. એમની એક ઝલક અને પોતાની સમસ્યાઓના નીરાકરણ માટે લોકો દૂર દૂરથી સુરત પહોંચ્યા હતા. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી ભક્તો દર્શન હેતું આવ્યા હતા.

સુરત બાગેશ્વેર ધામના સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી

પોલીસ બંદોબસ્ત:બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રોનો સુરત શહેરના લિંબાયત નીલગીરી મેદાન ખાતે આજે ભવ્ય દિવ્ય દરબાર યોજાયો હતો. સુરત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન,યુપી,બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.આ દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.બાગેશ્વર ધામના મહારાજ દિવ્ય દરબારમાં પહોંચવાની સાથે જ જય શ્રી રામ, બાગેશ્વર મહારાજની જય... ના નારા સાથે ભક્તિમય વાતાવરણ ફેલાઈ ગયું હતુ. લોકો સવારે 9 વાગ્યેથી કડક તાપમાં બેઠા હતા. જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે. તેમ ભક્તોનો ધસારો વધતો જોવા મળ્યો હતો. કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સુરત બાગેશ્વેર ધામના સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી

"હું ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ થી આવ્યો છું.બાબાના દર્શન -અરજી માટે આવ્યો છું.અને મારી અરજી લાગી જશે હું સાવરે 12 વાગ્યાથી બેઠો છું. તાપમાં બેઠો છું તાપ લાગી પણ રહ્યો છે. થોડા સમય પહેલા ઇલ્હાબાદ અને વારાણસીમાં પણ બાગેશ્વર ધામનું વિરાટ પ્રવચન લાગ્યું હતું પરંતુ હું ત્યાં જઈ શક્યો નઈ હતો.પણ હાલ હું અહીં પહોંચ્યો છું. અહીં વ્યવસ્થા કરી કરવામાં આવી છે. બાબાની રાહ જોઈ રહ્યા છીએ"-- સંદીપ વર્મા(ભક્ત)

ક્યારે દર્શન આપશે: કૃપા હશે તો અમારી અરજી જરૂર લાગી જશે. એવું એક ભાવિકે જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશના ગોરખપુર થી આવનાર ક્રિષ્નાનંદ મિશ્રા જણાવ્યું કે, હું ગોરખપુર થી સુરત બાગેશ્વર ધામના સરકારના દર્શન અને અરજી માટે આવ્યો છું.અને તેમની કૃપા હશે તો અમારી અરજી જરૂર લાગી જશે. 10 વાગ્યાથી હું અહીં આવી ગયો છું.તે સમયથી અમે બાબાજીની રાહ જોઈ રહ્યા છીએ. ક્યારે આવશે અને ક્યારે દર્શન આપશે. વ્યવસ્થા સારી છે. પ્રભુના ધામમાં બધું જ સારું હોય છે. તડકો ખૂબ જ છે પરંતુ તડકો લાગી રહ્યો નથી. મારા જેવા ઘણા ભક્તો ઘણા સમયથી અહીં આવીને બેઠા છે.

Baba Bageshwar in Gujarat : સુરતમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, પ્રવચનમાં કહ્યું- પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું

Baba Bageshwar in Gujarat: રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર માટે રાજમહેલ થીમ આધારિત સ્ટેજ તૈયાર, લક્ઝુરિયસ કાર સાથે શોભાયાત્રા નીકળશે

Last Updated : May 27, 2023, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details