ગુજરાત

gujarat

ETV Bharat / state

rain updates: સુરત જિલ્લામાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ - RAIN UPDATES

બારડોલી સહિત જિલ્લાના નવ તાલુકાઓમાં રવિવારે  સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમ્યાન સરેરાશ 27.1 મિમી એટલેકે 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 68 મિમી એટલે કે અઢી ઇંચ પાણી પડ્યું હતું.

સુરત જિલ્લામાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ
સુરત જિલ્લામાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ

By

Published : Jun 20, 2021, 1:45 PM IST

  • જિલ્લામાં સરેરાશ 1 ઇંચ વરસાદ
  • સૌથી વધુ ઉમરપાડામાં અઢી ઇંચ
  • સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

બારડોલી: સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ (rain in surat district ) જામ્યો છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ગત રાતે પણ પવન સાથે વરસાદ ચાલુ રહ્યો હતો. રાત્રી દરમિયાન બારડોલી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

તમામ નવ તાલુકાઓમાં ચોમાસુ જામ્યું

સુરત જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં ચોમાસુ ( monsoon ) જામ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સમયાંતરે વરસાદી ઝાપટા ઉપરાંત ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. રવિવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. બારડોલી તાલુકામાં 45 mm, ચોર્યાસી 5 mm, કામરેજ 24 mm, મહુવા 50 mm, માંડવી 9 mm, માંગરોળ 17 mm, ઓલપાડ 15 mm, પલસાણા 13 mm અને ઉમરપાડા 68 mm વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો:સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન, સૌથી વધુ થાન તાલુકામાં વરસાદ નોંધાયો

ABOUT THE AUTHOR

...view details