ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાયમંડ સિટી સુરતમાં દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર કરવામાં આવ્યું - Vesu area

ડાયમંડ સિટી સુરતમાં દેશનું પ્રથમ ઓક્સન હાઉસ તૈયાર થઈ ચૂક્યું છે. જે અંદાજે 4 કરોડ રૂપિયાનો ખર્ચે આ 2200 સ્ક્વેર ફૂટમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ શહેરમાં વિશ્વના કોઇપણ વેપારી આવીને ઓક્શન હાઉસની સુવિધાથી ડાયમંડ, જ્વેલરી, જેમ સ્ટોનની ખરીદી અને વેચાણ સરળતાથી કરી શકશે.

ડાયમંડ સિટી સુરતમાં દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર કરવામાં આવ્યું
ડાયમંડ સિટી સુરતમાં દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર કરવામાં આવ્યું

By

Published : Aug 12, 2021, 11:28 AM IST

Updated : Aug 12, 2021, 11:52 AM IST

  • સુરતમાં ભારતના સૌપ્રથમ ઓક્શન હાઉસની શરૂઆત
  • ઓક્શન હાઉસમાં સ્ટોનની ખરીદી વેચાણ સાથે હરાજી પણ કરી શકશે
  • 2200 સ્ક્વેર ફુટમાં ઓકશન હાઉસ તૈયાર કરાયું

સુરત:ડાયમંડ સિટી સુરતમાં દેશનું પ્રથમ ઓક્સન હાઉસ તૈયાર થઈ ચૂક્યું છે. સુરત શહેરમાં વિશ્વના 100માંથી 90 હીરા કટિંગ પોલિશિંગ થાય છે. હવે આ શહેરમાં વિશ્વના કોઇપણ વેપારી આવીને ઓક્શન હાઉસનો ઉપયોગ કરી રફ-પોલિશડ ડાયમંડ, જ્વેલરી સાથે જેમ સ્ટોનની ખરીદી વેચાણ સાથે હરાજી પણ કરી શકશે. અંદાજે 4 કરોડ રૂપિયાનો ખર્ચ આ 2200 સ્ક્વેર ફુટમાં ઓકશન હાઉસ તૈયાર કરાયું છે.

ડાયમંડ સિટી સુરતમાં દેશનું પ્રથમ હીરા-જવેરાત માટે ઓકશન હાઉસ તૈયાર કરવામાં આવ્યું

હીરા જવેરાત માટે ઓકશન હાઉસ તૈયાર કરવામાં આવ્યું

સુરત શહેરના વેસુ વિસ્તાર ખાતે આવેલા ટાઇટેનિયમ સ્ક્વેર ખાતે દેશનું પ્રથમ હીરા જવેરાત માટે ઓકશન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. સુરતમાં ભારતના પ્રથમ ઓક્શન હાઉસનું ઉદ્ઘાટન 16મી ઓગસ્ટના રોજ થશે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને જ્વેલર્સ અને તેમની પ્રોડક્ટની હરાજી કરવા માટે હવે સરળતા થઇ જશે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સુરતમાં ભારતના સૌપ્રથમ ઓક્શન હાઉસની શરૂઆત કરાઈ છે.

આ પણ વાંચો: ડાયમંડ એસોસિએશને લીધો 10 દિવસ સુધી હીરાબજાર અને કારખાના બંધનો નિર્ણય

જીજેઇપીસી દ્વારા ઓક્શન હાઉસની શરૂઆત કરવામાં આવી

સુરત શહેરમાં શરૂ થનારા ઓકશન હાઉસને સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને જીજેઇપીસીની માન્યતા મળી છે. વિશ્વભરમાં સુરત શહેર ડાયમંડ ઉદ્યોગનું હબ છે અહીંથી રફ ડાયમંડને કટિંગ અને પોલિશિંગ કરી વિશ્વના ખૂણે-ખૂણે વેચવામાં આવે છે પરંતુ હવે જે રીતે સુરતમાં ઓક્શન હાઉસ શરૂ થશે તેનાથી વેપારીઓને ખૂબ જ લાભ મળવા જઈ રહ્યો છે. અગાઉ ક્યારે પણ હીરા અને ઝવેરાતની હરાજી માટે યોગ્ય સ્થળ ન હોવાથી વેપારીઓ હોટલો ભાડે રાખીને આયોજન કરતા હતા. જ્યાં કિંમતી હીરા જવેરાત રાખવા માટે કોઈ સુરક્ષા કે સુવિધા હોતી નથી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઓક્શન હાઉસની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો:સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ‘સ્પાર્કલ– 21’નું આયોજન કરાશે

કુલ 15 કેબીનની વ્યવસ્થા કરવામાં આવી

આ સમગ્ર બાબતે જીજેઇપીસીના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ટાઇટેનિયમ સ્ક્વેરના ચોથા માળ પર આ ઓપ્શન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. આશરે 4 કરોડના ખર્ચે 2200 સ્ક્વેર ફુટમાં આ ઓક્શન હાઉસ તૈયાર કરાયું છે. જેનું એક દિવસનું ભાડું એક લાખ રૂપિયા હશે પહેલું બુકિંગ 18મી ઓગસ્ટે થયું છે. સુરતમાં ભારતના સૌપ્રથમ ઓક્શન હાઉસનું ઉદ્ઘાટન 16મી ઓગસ્ટના રોજ થશે.આ ઓક્શન હાઉસમાં 11 વિવિંગ કેબીન, સેફ ડિપોઝીટ વોલ્ટ, નવરત્ન ગેલેરી, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ સાથે કોન્ફરન્સ રૂમ મળી કુલ 15 કેબીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

હરાજીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ

તેઓએ ઓક્શન હાઉસની સુવિધા અંગે જણાવ્યું હતું કે, અગાઉ અનેક કંપનીઓ જ્યારે સુરતમાં આવતી હતી, ત્યારે ઓક્શન માટે હોટલોમાં આયોજન થતા હતા. જ્યાં લાઈટ સિક્યોરિટી સહીદ લોકરની સુવિધા ન હોવાથી વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે આ ઓક્શન હાઉસ તૈયાર થવાથી આ મોટો પ્રશ્ન હલ થઈ જશે. અહીં નાનાથી લઈને મોટા વેપારીઓને લોકલ માર્કેટમાંથી કોઈપણ ટેન્ડરિંગ કરવું હોય તે માટે પોતાનો માલ સરળતાથી મૂકી શકશે. હીરા અને જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ઘણો લાભ થશે અહીંથી રફ પોલીસ ડાયમંડ જ્વેલરી અને જેમ્સ સ્ટોનની ખરીદીની સાથો સાથ વેચાણ માટે હરાજીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

Last Updated : Aug 12, 2021, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details