ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં શિક્ષકોના ત્રાસથી કંટાળેલી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાતનો પ્રયાસ - SUR

સુરત :ટ્યૂશન અને શાળાના શિક્ષકો દ્વારા અભ્યાસ સહિત બુટ- મોજા પહેરવા બાબતે અતિશય માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ 5માં માળથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આપઘાતના પ્રયાસના 2 દિવસ અગાઉ જ વિદ્યાર્થીનીએ એક સુસાઇડ નોટ પણ લખી હતી.જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ટ્યુશન અને શાળા ના 2 શિક્ષકો દ્વારા અવારનવાર વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં આવતો હતો.જેના કારણે તેણીએ આ પગલુ ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉમેર્યું હતુ.જો કે 3 - 3 દિવસ વિત્યા છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરતા પરિવારે જવાબદાર શિક્ષકો સામે પગલા ભરવાની માંગ કરી હતી.

ટ્યુશન અને શાળાના શિક્ષકો દ્વારા અતિશય માનસિક ત્રાસ અપાતા વિધાર્થીનીનો આપઘાતનો પ્રયાસ

By

Published : Jul 8, 2019, 3:16 PM IST

કહેવાય છે ગુરુ પોતાના શિષ્ય ને યોગ્ય શિક્ષણ આપવા અથાગ પ્રયાસ કરે છે.પરંતુ એજ શિક્ષણ અપાવવા ગુરુ જો શિષ્ય સાથે અપમાનજનક વાણીનો ઉપયોગ કરે તો શિષ્ય પણ ન કરવાનું પગલું ભરી જાય છે.આવુ જ કંઈક બન્યું છે, સુરતના અમરોલી વિસ્તારમાં...અમરોલી જુના કોસાડ આવાસ ખાતે આવેલ રાધે હરસિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા નીતિનભાઈ રાઠોડની 14 વર્ષીય પુત્રીએ ટ્યુશન ટીચર અને શાળા ના 2 શિક્ષકોના માનસિક ત્રાસથી અણધાર્યું પગલું ભર્યું હતુ.

અમરોલી વિસ્તારમાં આવેલી ગૌતમ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી 14 વર્ષીય ખુશી નીતિનભાઈ રાઠોડ નામની વિદ્યાર્થીનીને પગ એલર્જી હોવાના કારણે બુટ - મોજા પહેરી શકે તેમ નથી.છતાં શાળામાં અભ્યાસ કરાવતા નૈનાબેન અને તારાબેન નામના મહિલા શિક્ષકો દ્વારા માનસિક રીતે ટોર્ચર કરી અપમાનજનક શબ્દો વિદ્યાર્થીનીને બોલવામાં આવતા હતા.જ્યાં બીજી તરફ ટ્યુશનમાં અભ્યાસ કરાવતા મુકેશભાઈ નામના શિક્ષકે પણ અભ્યાસ બાબતે વિધાર્થીની ને અપશબ્દો બોલી તેણી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતુ.

ટ્યુશન અને શાળાના શિક્ષકો દ્વારા અતિશય માનસિક ત્રાસ અપાતા વિધાર્થીનીનો આપઘાતનો પ્રયાસ

શાળા અને ટ્યુશન શિક્ષણના આ વર્તનથી વિદ્યાર્થીની નાસીપાસ થઈ ગઈ હતી.જેથી છેલ્લા કેટલાક દિવસથી તે ગુમશુમ પણ રહેતી હતી.માતા - પિતાએ આ બાબતે જાણવાનો પણ પ્રયાસ કર્યો .પરંતુ તેણીએ કોઈ પણ હકીકત તેના માતા- પિતાને જણાવી ન હતી.આખરે નાસીપાસ થયેલી વિધાર્થીનીએ 3 દિવસ અગાઉ એપાર્ટમેન્ટ ના 5મા માળેથી કુદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જ્યાં પરિવારજનો ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.જ્યાં તેણીની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે.દીકરીના અણધાર્યા પગલાથી પરિવાર ના સૌ કોઈ સ્તબધ થઇ ગયા હતા.જ્યાં તપાસ કરતા માલુમ પડયુ કે,પુત્રીએ એક નોટ પણ લખી છે. જેમાં પોતાના પર વીતેલી આપવીતી વર્ણવી છે.આ નોટ 6 દિવસ અગાઉ લખી હતી અને તેમાં જણાવ્યું હતું કે,"મમ્મી સોરી પપ્પા સોરી મારાથી આ પૃથ્વી પર નહીં જીવાય..

"મને માફ કરો.તા.2-7-19 ના રોજ આતમહત્યા કરું છુ .શાળા અને ટુશનના સર ,ટીચરના ટોર્ચરના કારણે હું આ પગલું ભરુ છું. આ પ્રકારની હકીકત વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટમાં લખી હતી.આ તમામ હકીકત પણ પરિવાર દ્વારા પોલીસને જણાવવામાં આવી.પરંતુ પોલીસે 3 - 3 દિવસ વિત્યા છતાં શિક્ષકો સામે ના તો તપાસ કરી છે ના તો કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી છે.જેને લઈ પોલીસ ઇ કામગીરી સામેં પણ સવાલ ઉભા થયા છે.

માસૂમ વિદ્યાર્થીનીના આ અણધાર્યા પગલાંની સમગ્ર આપવીતી વિદ્યાર્થીનીએ જાતે વર્ણવી છે.જેમાં એક વીડિયો સામે આવ્યો છે અને આ વીડિયોમાં વિદ્યાર્થીની જાતે શિક્ષકો દ્વારા આપવામાં આવતો માનસિક ત્રાસ અંગેની હકીકત પણ જાતે વર્ણવી છે.શું કહે છે વિધાર્થીની આ વીડિયોમાં એ પણ સાંભળી લ્યો...જેને લઇ અમરોલી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા કરી રહ્યા છે ...ત્યારે હાલ તો પરિવારે માંગ કરી છે કે આવ શિક્ષકો સામે તાત્કાલિક પગલા ભરાવા જોઈએ. જેથી કરી અન્ય કોઈ વિદ્યાર્થીની આ પ્રકારનું પગલું ફરી ના ભરી શકે.

ABOUT THE AUTHOR

...view details