ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ધોળે દિવસે કોન્સ્ટેબલ પર હુમલો કરી હુમલાખોરો ફરાર - Gujarati news

સુરતઃ દીક્ષા નગરી સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક પછી એક ગુનાને અંજામ આપી રહ્યા છે. હવે તો ગુનેગારો સામાન્ય માણસને બદલે પોલીસ પર હુમલો કરવામાં પણ બાકાત રહ્યા નથી. ત્યારે આજે સુરતના અમરોલી વિસ્તારમાં એક કોન્સ્ટેબલ પર હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

કોન્સ્ટેબલ પર હુમલો

By

Published : May 5, 2019, 10:56 PM IST

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા મનીષા ગરનાળા પાસે ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ પર કારમાં આવી અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં કોન્સ્ટેબલને હાથ પર ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. વધુમાં સારવાર લઈ રહેલા કોન્સ્ટેબલે હુમલાખોર યુવાનની બાઇક ડિટેઇન કરી હતી, જેથી હુમલો કર્યાની ચર્ચા ચાલી રહી છે.

કોન્સ્ટેબલ પર હુમલો

આ ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બધી માહિતી ભેગી કરી હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details