ગુજરાત

gujarat

ETV Bharat / state

બગુમરામાં શેરડીના ખેતરમાં ભેલાણ કરનારા પશુપાલકોનો ખેડૂતો પર હુમલો, 4 ને ઇજા - Palsana Police

બારડોલી પલસાણા તાલુકાના બગુમરા ગામ નજીક ખેતરમાં શેરડી કાપણી ચાલી રહી હતી. તે સમયે પશુપાલકોએ ગાયોનું ખેતરમાં લાવતા ખેડૂતો અને પશુપાલકો વચ્ચે તકરાર થઇ હતી અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ તકરારમાં 4 ખેડૂતો ને ઇજા પહોંચ્ચી હતી.

બગુમરામાં શેરડીના ખેતરમાં ભેલાણ કરનાર પશુપાલકોનો ખેડૂતો પર હુમલો, 4 ને ઇજા
બગુમરામાં શેરડીના ખેતરમાં ભેલાણ કરનાર પશુપાલકોનો ખેડૂતો પર હુમલો, 4 ને ઇજા

By

Published : Dec 23, 2020, 4:21 PM IST

  • ખેડૂતો પર પશુપાલકોનો હુમલો
  • પોલીસે હુમલો કરનારા 8 થી 10 પશુપાલકોની પકડી આગળની કાર્યવાહી હાથ ધરી
  • પલસાણા પોલીસ મથકમાં પશુપાલકો સામે નોંધાઈ ફરિયાદ

સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાનાં બગુમરા ગામે પશુપાલકોએ ખેડૂતો પર હુમલો કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પશુપાલકોએ શેરડીના ખેતરમાં ગાયોનું ભેલાણ ન કરવાનું કહેવા ગયેલા ખેડૂતો પર લાકડીથી હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં 4 ખેડૂતોને ઇજા પહોંચી હતી. શેરડી કાપણી ચાલતી હતી. તે સમયે 150થી 200 ગાયો ખેતરમાં ઘુસાડી હતી.

ખાડૂતો પર પશુપાલકોનો હુમલો

બારડોલી પલસાણા તાલુકાના બગુમરા ગામના ખેતરમાં શેરડી કાપણી ચાલી રહી હતી. તે સમયે પશુપાલકોએ 150થી 200 ગાયોનું ખેતરમાં ભેલાણ કરતાં ખેડૂતો અને પશુપાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી. 40 થી 50 પશુપાલકોના ટોળાંએ ગ્રામજનો પર હુમલો કરતાં મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે પશુપાલકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડૂતો અને પશુપાલકો વચ્ચે તકરાર

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામે પટેલ ફળિયામાં રહેતા સત્યજિતસિંહ કનકસિંહ ઠાકોર ખેતીકામ કરે છે. તેઓ પોતાની પંદર વીંઘા તેમજ ગામના NRI અમરતભાઈ મુળજીભાઈ પટેલની બગુમરા ગામે આવેલા ખેતરમાં ગત 20મીના રોજ તેમના કબ્જાની બગુમરા ગામની સીમમાં આવેલી જમીનમાં ચલથાણ સુગર ફેક્ટરી દ્વારા શેરડી કાપણી શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે પશુપાલકો ગાય લઈને ખેતરમાં ઘૂસી ગયા હતા. તે સમયે સુગર ફેક્ટરીના સુપરવાઇઝર અમરત રાઠોડે પશુપાલકોને બહાર નીકળવાનું કહેતા બને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથીપશુપાલકોએ ફોન કરી 40થી 50 લોકોને બોલાવી લીધા હતા. તે દરમિયાન સત્યજિતસિંહના પિતા કનકસિંહ, ગામના આગેવાનો ચેતનભાઈ હરીશચંદ્ર ઠાકોર, દિપક નટવરસિંહ ઠાકોર, સરપંચ નિતિન મહેન્દ્ર ઠાકોર, ઉમેશ નટુભાઇ પટેલ, સુનિલ ગુલાબભાઈ પટેલ, સંદીપસિંહ બળવંતસિંહ ઠાકોર, અમિત રમેશસિંહ, અમિત બળવંતસિંહ, પ્રતિક નટવરસિંહ, વિક્રમસિંહ નટવરસિંહ ખેતરે આવી પહોંચ્યા હતા. અને વજુભાઈ તેમજ તેની સાથેના ઇસમોને ગાયો બહાર કાઢવા માટે જણાવ્યુ હતું. વજુભાઈએ ગાયો બહાર કાઢવાની જગ્યાએ ફોન કરી 40 થી 50નું ટોળું ખેતરમાં બોલાવી લીધું હતું. ખેતરમાં ખેડૂતોની વજુભાઇ સાથે માથાકૂટ ચાલતી હતી. આ હુમલામાં 4 ખેડૂતોને નાની મોટી ઇજા થઈ હતી.

બારડોલી વિભાગની પોલીસે પશુપાલકો પર કાર્યવાહી કરી

આ હુમલામાં સત્યજિત તેમજ તેમના પિતા કનકસિંહ, દીપકકુમાર નટવરસિંહ ઠાકોર અને ચેતન હરિશ્ચંદ્ર ઠાકોરને ઇજા થઈ હતી. ઘટનાની જાણ થતાં બારડોલી વિભાગની પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 8 થી 10 પશુપાલકોની પકડી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details