ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં હોસ્પિટલના ચાર વોર્ડ બોય દ્વારા સિવિલના કોવિડ વોર્ડમાં ઉકાળાનું વિતરણ - ukala to Civil Hospital

સુરતમાં શ્રી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલ એન્ડ કોલેજના ચાર વોર્ડબોય રોજે સવારે સિવિલ હોસ્પિટલમાં પહોંચી જઈ કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલાં દર્દીઓને દરરોજ સ્વાસ્થ્યવર્ધક ઉકાળો પીવડાવે છે. આ સાથે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફનેપણ તેઓ ઉકાળો પીવડાવે છે. કોરોના કાળમાં મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલના વહીવટી કાર્ય સાથે સંકળાયેલાં કર્મચારીઓ પણ એક પણ રજા લીધા વિના સતત ફરજ બજાવી રહ્યાં છે. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આ પણ આ ટીમ દરેક વિભાગોમાં જઈ દરેક કર્મચારીને ઉકાળો પીવડાવે છે.

surat
આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલના ચાર વોર્ડ બોય દ્વારા સિવિલ હોસ્પિટલ કોવિડ વોર્ડમાં ઉકાળાનું વિતરણ

By

Published : Aug 13, 2020, 2:07 PM IST

સુરત: હોસ્પિટલમાં દરરોજ ઉકાળા વિતરણનું સેવાકાર્ય કરતા આ ચાર વોર્ડબોયની ટીમમાં નિલેશ રાઠોડ, સતિષ ગામીત અને અતુલ સોલંકી અને નિલેશ ગામીત શામેલ છે. આ ટીમ કોરોના પોઝિટિવ વોર્ડમાં પી.પી.ઈ.કીટ પહેરીને જાય છે અને ઉકાળો પીવડાવતા સમયે દર્દીઓની હિંમત વધારે છે. જલ્દી સારા થઈ જશો એમ કહી તેમનું મનોબળ મજબૂત પણ કરે છે. આ ટીમની સેવાની ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને દર્દીઓ પણ સરાહના કરી રહ્યાં છે.

આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલના ચાર વોર્ડ બોય દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઉકાળાનું વિતરણ

આ ટીમના મુખ્ય સભ્ય 45 વર્ષીય નિલેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી અમારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. અમારી ચાર સભ્યોની ટીમ ઉકાળાનું વિતરણ કરીને દર્દીઓને સ્વસ્થ કરવામાં યોગદાન આપીએ છીએ. કોવિડ વોર્ડમાં પણ પી.પી.ઈ.કીટ પહેરી દર્દીને ઉકાળો આપીએ છીએ. સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઈમ્યુનિટી પાવર વધે અને ઝડપભેર સ્વસ્થ થાય આ હેતુથી ઉકાળાનું સેવન કરાવવાની જવાબદારી અમને સોંપવામાં આવી છે.

શ્રી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ કોલેજ દ્વારા આયુર્વેદ હોસ્પિટલમાં ઉકાળો બનાવવામાં આવે છે અને હોસ્પિટલ સિવાય શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ ઉકાળા વિતરણ કરવામાં આવે છે. પ્રિન્સિપાલ ડૉ. સચિન કેદિકરે જણાવ્યું હતું કે, 18 મેથી અમે સિવિલ હોસ્પિટલના કોરોના દર્દીઓ અને ડોક્ટર સહિત મેડિકલ સ્ટાફ તેમજ વહીવટી કર્મચારીઓને નિ:શુલ્ક ઉકાળો સેવન કરાવીએ છીએ. જેમાં સંસ્થાના ચાર વોર્ડ બોય પણ 15 દિવસની શિફ્ટ મુજબ ઉત્સાહભેર આ કાર્ય કરે છે, અને કંઇક સારૂ કાર્ય કર્યાનો આત્મસંતોષ મેળવે છે.

ABOUT THE AUTHOR

...view details