સુરત: કામરેજ ગામ પંચાયતમાં સફાઇ કામદાર તરીકે કામગીરી કરતા લાલુભાઇ માલીવાડનું મૃત્યુ થયું છે. તેઓ બગાચીયા જી.બાંસવાડા રાજસ્થાન પોતાનાં સાઢુભાઇ પવિણભાઇ પિતાહ મહિડા સાથેે કામરેજ ગામથી બાપા સિતારામ ચોક જવાના રસ્તાના નાકે સફાઇ કામગીરી કરી કચરો સળગાવતો હતો આ દરમિયાન આ ધટના બની છે.
આ પણ વાંચો:Ahmedabad Unseasonal Rain: ઠંડીમાં રાહતની આશા પર વરસાદે પાણી ફેરવ્યું, મહામાં માવઠું
યુવક તે જગ્યા પર જ પડી ગયો: આગળ આવેલી GEBની ડીપી બાજુમાંથી લાલુભાઇ પસાર થતો હતો તે વખતે ડીપીના જમ્પરનો વીજ વાયર પોલ સાથે લટકતી હાલતમાં હતો. જીવંત વીજ તારનો કરંટ યુવકના માથાના કપાળનાં ભાગે તેમજ જમણા ગાલ પર લાગતા યુવક તે જગ્યા પર જ પડી ગયો હતો. તેને સાથેનાંં કામદારેે પમ્પીંગ કરી જીવંત કરવાનો પયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળતા મળી હતી બાદમાં બેભાન હાલતમાં 108માં કામરેજ સરકારી દવાખાને લઇ જતા ફરજ પરનાં ડોકટરે તપાસી મૃત જાહેર કયોૅ હતો.