ગુજરાત

gujarat

ETV Bharat / state

Assam Govt Ban Methli Sadi: પિયુષ ગોયેલનેં રજુઆત કરીશું, આસામ સરકાર દ્વારા મેથલી સાડી પ્રતિબંધ મામલે સુુરતના વેપારીઓનુ વલણ - surat market fosta fogva

આસામ સરકાર દ્વારા મેથલી સાડી પ્રતિબંધ લાગવા આવ્યો છે જેને લઈનેં સુરતના વેપારી અને વિવર્સની હાલત કફોડી બની છે જેને લઈનેં આજરોજ ફરી પાછી આ મામલે આસામ પ્રતિનિધિ મંડળ, ફોગવા અને ફોસ્ટા સાથે બેઠક કરી આગળના દિવસોમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયેલનેં આ મામલે રજુઆત કરશે. આ પેહલા પણ કેન્દ્રીય રાજ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખનેં રજૂઆત કરી હતી.

Assam Govt Ban Methli Sadi to surat market fosta fogva going to meet union minister piyush goyal
Assam Govt Ban Methli Sadi to surat market fosta fogva going to meet union minister piyush goyal

By

Published : Mar 19, 2023, 9:02 AM IST

Updated : Mar 19, 2023, 9:22 AM IST

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયેલનેં રજુઆત કરીશું

સુરત:આસામ સરકાર દ્વારા મેથલી સાડી પ્રતિબંધ લાગવા આવ્યો છે, જેને લઈનેં સુરતના વેપારી અને વિવર્સની હાલત કફોડી બની છે. ફરી પાછી આ મામલે આસામ પ્રતિનિધિ મંડળ, ફોગવા અને ફોસ્ટા સાથે બેઠક કરી આગળના દિવસોમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયેલનેં આ મામલે રજુઆત કરશે. આ પેહલા કેન્દ્રીય રાજ્ય કાપડ પ્રધાન દર્શનાબેન જરદોષનેં રજૂઆત કરવામાં આવી હતી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનેં પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ ઉકેલ નહિ આવતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

1 માર્ચથી મેથલા સાડી ઉપર પ્રતિબંધ

1 માર્ચથી મેથલા સાડી ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યો: આ બાબતે આસામ પ્રતિનિધિ મંડળના વેપારી જીતેન ગોયેંકાએ જણાવ્યું કે, હું આસામનો છું. મારો જન્મ પણ ત્યાં જ થયો છે. પરંતુ અમે લોકો સુરત શહેરમાં છેલ્લા 40 વર્ષોથી વેપાર કરી રહ્યા છીએ. તેમાં છેલ્લા 20 વર્ષથી એમ મેથલા ચાદરનો વેપાર કરી રહ્યા છીએ. આસામ સરકાર દ્વારા જે રીતે 1 માર્ચથી મેથલા સાડી ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે તેને લઈને ફરી એક વખત મીટીંગ કરવામાં આવી છે. તો અમારી સરકાર પાસે એક જ માંગ છે કે, આસામ દ્વારા લગાવવામાં આવેલો પ્રતિબંધનેં હટાવામાં આવે કાં તો પછી અમને એક વર્ષ જેટલો સમય આપવામાં આવે જેથી અમારી પાસે જે પણ માલ સામાન છે. જે પણ પેમેન્ટ અટક્યા છે. તે અમે રિકવરી કરી શકીએ. જેથી અમારા વિવર્સ અને બેંકના લોન ક્લીયર કરી શકીએ. સાડીઓનું સેલિંગ રોકતા અમારી હાલત કફોડી બની ગઈ છે.

1 માર્ચથી મેથલા સાડી ઉપર પ્રતિબંધ

સાડીઓનું સેલિંગ રોકતા અમારી હાલત કફોડી બની:આસામ સરકાર દ્વારા જ્યારથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારથી આજદિન સુધી આખા વર્ષનો મેન સીઝન આજ મહિનો ગણવામાં આવે છે. અને સાડીઓનું સેલિંગ રોકતા અમારી હાલત કફોડી બની ગઈ છે. અમારો બિઝનેસ ઠપ થઈ ગયો છે. ના અમે પૈસા આપી શકીએ છીએ ના અમે માલ સામાન વેચી શકીએ છીએ.અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પ્રતિબંધ જેને કારણે વેપારીઓ અને વિવર્સ વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી છે. આ બાબતે સુરત ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે, આજે ફરી પાછી મીટીંગ રાખવાનો મુખ્ય ઉદેશ્ય એજ છે કે, આસામ સરકાર દ્વારા મેથલા સાડી પર લગાવવામાં આવેલો પ્રતિબંધ જેને કારણે વેપારીઓ અને વિવર્સ વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી છે. આજે 15 થી 20 દિવસ થઈ ગયા છે કે, હવે આગળ અમે શું કરીયે? આ પેહલા આ મામલે અમે કેન્દ્રીય રાજ્ય ટેક્સટાઇલ પ્રધાન જોડે આ ચર્ચાઓ કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જોડે પણ આ મામલે ચર્ચાઓ કરવામાં આવી હતી. અને ઉદ્યોગ પ્રધાન જોડે પણ ચર્ચાઓ કરવામાં આવી છે.

1 માર્ચથી મેથલા સાડી ઉપર પ્રતિબંધ

Dairy Conference: દૂધ અને દૂધની પ્રોડ્કટના ઉત્પાદનમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશેઃ શાહ

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયેલનેં રજુઆત કરીશું:વધુમાં જણાવ્યું કે, જે મેથલા સાડી ત્યાંની ઓળખ છે. તેને અમે લોકો નજર અંદાજ કરતા નથી.અને એ રહેવું જરૂરી છે કારણકે, આ ત્યાંના લોકોની ઓળખ છે. જે આંતરરાજ્યની વચ્ચે જે લડાઈઓ ચાલી રહી છે. તે થવી જોઈએ નહીં કારણ કે આપણે વૈશ્વિક સ્તરે સ્પર્ધાઓ કરવી જોઈએ. અને હવે અમે આ બાબતનેં લઈને દિલ્હીમાં જઈને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયેલનેં રજુઆત કરીશું.અને અહીંના પ્રધાનઓ પણ અમારી સાથે જ રહેશે કારણ કે, અમે તો ઘણું બધું બનાવીએ છીએ. બનારસી સાડી પણ અહીં બનાવામાં આવે છે. મેથલી સાડીની વાત તો ત્યાર બાદ આવી છે. તો આજે સમસ્યા છે તેનો નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. અને જો પ્રતિબંધ લગાવવામાં આવે તો તેની માટે સમય આપવો જરૂરી છે. અને આ રીતે જ અચાનક પ્રતિબંધ મૂકવામાં આવશે તો વેપારી અને વિવર્સ બંને લોકો ધીરે ધીરે આપઘાત કરવા લાગશે. જેથી અમે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ જોડે ચર્ચાઓ કરીશું. અને આસામમાં પણ ભાજપની સરકાર છે.તેમની જોડે પણ ચર્ચાઓ કરવામાં આવશે.અમે એમ નથી ઈછતા કે તેની ઉપરથી પ્રતિબંધ હટાવામાં આવે પરંતુ તેની માટે અમને પણ પૂરતો સમય આપવામાં આવે જેથી અમે અમારું કામ પૂર્ણ કરી શકીયે.

Surat Newborn Baby: સુરતમાં ફરી પાછી તાજું જન્મેલું મૃત નવજાત બાળક મળી આવ્યુ

Last Updated : Mar 19, 2023, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details