ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળીમાં ટ્રાફિક દંડ વસૂલી નહીં કરવાને ઓવૈસીએ ગણાવી રેવડી બોનાન્ઝા, હર્ષ સંઘવીનો વળતો જવાબ - Owaisi tweet

દિવાળીના તહેવારમાં ટ્રાફિક પોલીસ નિયમભંગનો દંડ નહીં વસૂલે ( No traffic fine policy for Diwali festival ) એવી જાહેરાત ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ( Harsh Sanghvi in Surat ) સુરતમાં કરી હતી. આ નિર્ણયને aimim વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ડ્વીટ ( Owaisi tweet ) માં રેવડી બોનાન્ઝા ( Asaduddin Owaisi reacts Revdi Bonanza ) ગણાવ્યો છે. તો ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વળતો જવાબ આપ્યો છે.

દિવાળીમાં ટ્રાફિક દંડ વસૂલી નહીં કરવાને ઓવૈસીએ ગણાવી રેવડી બોનાન્ઝા, હર્ષ સંઘવીનો વળતો જવાબ
દિવાળીમાં ટ્રાફિક દંડ વસૂલી નહીં કરવાને ઓવૈસીએ ગણાવી રેવડી બોનાન્ઝા, હર્ષ સંઘવીનો વળતો જવાબ

By

Published : Oct 24, 2022, 3:06 PM IST

સુરત ગુજરાતમાં 27 ઓક્ટોબરની રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ ઉઘરાવવામાં આવશે નહીં ( No traffic fine policy for Diwali festival ) એવી જાહેરાત ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં કરી હતી. આ નિર્ણય બાદ aimim અસદુદ્દીન ઓવૈસી લાલપીળા થઈ ગયા છે તેઓએ આ નિર્ણયને રેવડી બોનાન્ઝા જણાવ્યો છે. જેની ઉપર પલટવાર કરતા હર્ષ સંઘવી ( Harsh Sanghvi in Surat )એ કહ્યું હતું કે ઓવૈસીના પેટમાં દર્દ થાય છે.

અસદુદ્દીન ઓવૈસીના રેવડી બોનાન્ઝાનો વળતોે જવાબ આપતાં હર્ષ સંઘવી

ઓવેસીનું ટ્વીટ દિવાળી 2022 પર્વ પર ગુજરાત પોલીસ કોઈની પાસે ટ્રાફિક દંડ વસૂલસે નહી ( No traffic fine policy for Diwali festival ) આ નિર્ણય અંગે સુરતમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાત બાદ ટ્વિટર પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આપત્તિ જણાવતા ટ્વિટ ( Owaisi tweet ) કર્યું હતું કે 2021માં ગુજરાતમાં 15,200 રોડ ટ્રાફિક અકસ્માતો થયા જેમાં 7,457 લોકોએ જીવ ગુમાવ્યાં. ભાજપ ગુજરાત સરકાર દ્વારા આ 'રેવડી' બોનાન્ઝા લોકોના જીવન જોખમમાં મૂકે છે.

પેટમાં દુખાવો થાય aimim વડા ઓવેસીના આ ટ્વીટ ( Owaisi tweet ) બાદ અસદુદ્દીન ઓવૈસી સામે હર્ષ સંઘવી ( Harsh Sanghvi in Surat )એ પલટવાર પણ કર્યો હતો તેઓએ કહ્યું હતું કે, લોકો સારી રીતે દિવાળી ઉજવે આ માટે કેટલાક લોકોના પેટ માં દુખાવો થાય છે. સામાન્ય લોકો દિવાળીની ખરીદી કરવા નીકળે તો તેમને તકલીફ ન થાય આ માટે ( No traffic fine policy for Diwali festival ) નિર્ણય છે. ટ્રાફિક નિયમ ભંગ કરનાર ને ફૂલ આપવામા આવી રહ્યું છે. જેથી તેઓ નિયમ ભંગ ન કરે. જોકે બાઈક સ્પીડમાં એટલે ધૂમ સ્ટાઇલમાં ચલાવશે તેને દંડિત કરવામાં આવશે. પોલીસ તેમની સામે દંડની કાર્યવાહી કરી રહી છે. ગરીબ પરિવાર દીવા કે શૃંગારની વસ્તુઓ વેચી શકે એ માટે આ નિર્ણય છે. આ પ્રયત્ન રાજકીય ( Asaduddin Owaisi reacts Revdi Bonanza ) નથી. આ ગરીબ માનવીને આર્થિક સહાય કરવા માટે છે. દિવાળીના માંગલિક તહેવાર દરમિયાન પોતાની જિંદગી ફૂટપાથ પર વિતાવતા લોકોએ આખા વર્ષમાં મહેનત કરી બનાવેલ નાના દીવા, રંગોળીની ડિઝાઇન જેવી નાની વસ્તુઓ જો આપણે તેમની પાસેથી ખરીદશું તો સાચા અર્થમાં તેની દિવાળી સુધારવાનું પુણ્ય કર્મ આપણા હાથે થશે.

ABOUT THE AUTHOR

...view details