ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવિંદ કેજરીવાલે સુરતમાં આપી સફાઈ, વકફ બોર્ડને 101 કરોડ રૂપિયા ફંડ અને યમુનામાં ગંદકી વિશે બોલ્યાં - વકફ બોર્ડને 101 કરોડ રૂપિયા ફંડ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતમાં ( Arvind Kejariwal in Surat ) આવ્યાં હતાં. અહીં તેમણે આપેલા વકફ બોર્ડને 101 કરોડ રૂપિયા ફંડ ( Reaction on Waqf Board Fund ) તેમ જ યમુના સફાઇના ( Filth in Yamuna ) મુદ્દે કેટલાક ખુલાસા કર્યાં હતાં. સામે પોતાની સરકાર આવશે તો વચનો પૂરા કરાશે તે દોહરાવ્યું હતું.

અરવિંદ કેજરીવાલે સુરતમાં આપી સફાઈ, વકફ બોર્ડને 101 કરોડ રૂપિયા ફંડ અને યમુનામાં ગંદકી વિશે બોલ્યાં
અરવિંદ કેજરીવાલે સુરતમાં આપી સફાઈ, વકફ બોર્ડને 101 કરોડ રૂપિયા ફંડ અને યમુનામાં ગંદકી વિશે બોલ્યાં

By

Published : Oct 29, 2022, 7:46 PM IST

સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ને લઇ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના સુરતમાં ( Arvind Kejariwal in Surat ) છે. ત્યારે છઠ પૂજા દરમિયાન પ્રદૂષિત યમુના ( Filth in Yamuna ) ને લઈ તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 2025 સુધી જો યમુના સાફ નહીં થાય તો મને મત નહીં આપતાં. એટલું જ નહીં તેઓએ આરટીઆઈમાં થયેલા ખુલાસા કે જેમાં વકફ બોર્ડને 101 કરોડ રૂપિયાના ફંડ અંગે પણ જણાવ્યું હતું કે એ આરટીઆઇ છે તે મને જણાવો. દિલ્હી કરતાં યુપી અને મધ્યપ્રદેશની સરકારે વધુ ખર્ચ કર્યા છે.

2025 સુધી જો યમુના સાફ નહીં થાય તો મને મત નહીં આપતાં

વકફ બોર્ડને 101 કરોડ રૂપિયા ફંડ આરટીઆઈૃમાં ખુલાસો થયો છે કે અરવિંદ કેજરીવાલે પોતાના કાર્યકાળમાં વકફ બોર્ડને 101 કરોડ રૂપિયા ફંડ આપ્યું છે. સુરત ખાતે અરવિંદ કેજરીવાલે ( Reaction on Waqf Board Fund ) કહ્યું હતું કે આરટીઆઇ ક્યાં છે તે મને બતાવો. આ લોકો કંઈ પણ કહી દેતા હોય છે. તેમાં 1000 કરોડ આપવામાં આવ્યા છે કોઈ કહેશે. ગુજરાત ચૂંટણીને એક મહિનો બાકી છે ત્યારે આ લોકો ઘણું બધું કહેશે. જેટલો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. તે ખૂબ જ દુુખદ છે. તેઓ ગભરાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી માત્ર આમ આદમી પાર્ટીથી ગભરાય છે. તે કોંગ્રેસથી નથી ગભરાતી. નિષ્પક્ષ રીતે જાણવા માંગો છો તો હું જણાવવા માંગીશ કે ઉત્તર પ્રદેશમાં દિલ્હી કરતાં વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની જેમ મધ્યપ્રદેશમાં પણ ખર્ચ કરાયો છે.

2025 સુધી યમુનાને સાફ કરી દઈશ દિલ્હીમાં છઠપૂજાની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ છઠપૂજા કરવા માટે યમુના નદી આ વખતે પણ પ્રદૂષિત જોવા મળી રહી છે. અરવિંદ કેજરીવાલે ચૂંટણી વખતે વાયદો કર્યો હતો કે તેઓ યમુનાને ગંદકીરહિત ( Filth in Yamuna ) બનાવી દેશે. આ મુદ્દે હાલ પ્રદુષિત યમુનાને ( Filth in Yamuna ) લઈ ભાજપ તેમની ઉપર પ્રહારો કરી રહી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મને ખૂબ જ ખુશી છે કે ગુજરાતની અંદર દિલ્હીની યમુના નદીની ચર્ચા ચાલી રહી છે. ગુજરાતના તમામ મુદ્દાઓ જોવા મળી રહ્યા નથી. 2020 માં હું ચૂંટણી લડ્યો હતો. યમુન ની સફાઈ, પાણી , શિક્ષા હોસ્પિટલ રોડ આ તમામ મુદ્દાઓ વર્ષ 2020 ના મુદ્દાઓ હતાં.આ તમામ મુદ્દાઓ દિલ્હી સરકારની અંતર્ગત આવે છે. મેં દિલ્હીના લોકોને કહ્યું હતું કે મને પાંચ વર્ષ આપી દો. હું વર્ષ 2025 માં ફરીથી તમારી પાસે આવીશ. વર્ષ 2025 સુધી યમુનાને સાફ કરી દઈશ. જો કે આ ચૂંટણી એમસીડીની છે. અહીં યમુનાનો પ્રદૂષણ મુદ્દો નથી. અહીં કચરાનો ઢેર મુદ્દો છે .હું વર્ષ 2025 માં જ્યારે લોકોની સામે જઈશ ત્યારે તો યમુના સાફ નહીં હોય તો મને વોટ નહીં આપજો. તમે ભાજપને કહો કે આ કચરાના પહાડનો મુદ્દો છે એમસીડીની ચૂંટણી યમુનાની સફાઈનો મુદ્દો નથી. છઠ પૂજા દર વર્ષે ઉજવવામાં આવે છે અને આ વર્ષે પણ ઉજવાશે.કોઈ પ્રથમવાર છઠપૂજા નથી થઈ રહી છે. ઘાટ પર પૂજા થતી હોય છે આ વર્ષે પણ ત્યાં પૂજા થશે સફાઈ કરવામાં આવી છે.

તેમાંથી કેટલા ઉમેદવાર વેચાઈ ગયાકાર્યાલયમાં ગાંધીજીની તસ્વીર હટાવવા મુદ્દે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે અમે કોઈ રાહુલ ગાંધીની તસવીર ક્યારેય લગાવી નથી. ગાંધીજીની તસ્વીર આજે પણ મારા કાર્યાલયમાં છે. આગળ પણ હતી અને આવનાર દિવસોમાં પણ રહેશે.અશોક ગેહલોત પ્રશ્ન પૂછે છે તો તેમને કહો કે ગઈ વખતે તમે કેટલા ઉમેદવારોને ઉભા કર્યા હતાં તેમાંથી કેટલા વેચાઈ ગયા અને કેટલા બાકી છે. હાલ ચૂંટણી પહેલા કેટલા વેચાયા છે અને બાદમાં કેટલા વેચાશે. એ જનતાને શું ગેરંટી આપે છે કે જનતા તેમને મત આપે.

કેસો પરત ખેંચવામાં આવશે અરવિંદ કેજરીવાલે ( Arvind Kejariwal in Surat ) ગુજરાતની જનતાને આશ્વાસન આપ્યું હતું કે ગુજરાતમાં થયેલ આંદોલનોમાં કરવામાં આવેલા કેસો આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે પરત ખેંચવામાં આવશે .અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અનામત આંદોલન દલિત આંદોલન સહિત કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા આંદોલનમાં જે પણ કેસો થયા છે તે તમામ આમ આદમીની પાર્ટીની સરકાર બનશે તો પરત ખેંચવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details