સુરત:પાકિસ્તાની જાસુસી એજન્સી ISIના એજન્ટ સાથે ગુપ્ત માહિતી શેર કરનાર(shared secret information with ISI agent) આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરૂધ્ધ ક્રાઇમ બ્રાન્ચે રાજદ્રોહ અંગેની કલમ દાખલ કરીને ફરિયાદ નોંધી છે. ISIના એજન્ટ સાથે ભારતીય આર્મીને લગતી અતિસંવેદનશીલ ગુપ્ત માહિતી શેર કરી હતી.(Shared secret information related to the Army) માહિતી શેર કરવા માટે 75 હજાર રૂપિયા લીધા હતા.
ફેસબુકથી ISIના એજન્ટ સાથે સંપર્ક:પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક એજન્ટને ગુપ્ત માહિતી આપનારની ગુજરાતના સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે કમાન્ડની મિલિટરી ઈન્ટેલિજન્સનાં આધારે દરોડો પાડી દીપક સાળુંકે નામના આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસને ઘણી ચોંકાવનારી માહિતી મળી છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે આરોપી વિરૂદ્ધ રાજદ્રોહ અંગેની કલમ દાખલ કરીને ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી દીપક સાલુંકેની ઉંમર 32 વર્ષની છે. તે ફેસબુકમાં પૂનમ શર્મા નામની ફેક આઇડી ચલાવી રહ્યો હતો. તે દરમિયાન તે પાકિસ્થાનના એક શખ્સ હમીદ સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો. જુન મહિનાથી તે હમીદના સંપર્કમાં હતો. વાતચીત દરમિયાન હમીદે પોતે ISI એજન્ટ હોવાનું કબુલ્યું હતું.