- વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પોસ્ટ મૂકનારા રત્નકલાકારની ધરપકડ
- અરાજકતા ફેલાય તેવું કૃત્ય કર્યું હોવાથી રત્નકલાકારની ધરપકડ કરવામાં આવી
- કતારગામ વિસ્તારમાં આવેલા ધનમોરા પાસે રહે છે આ રત્નકલાકાર
સુરત : સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરવામાં આવે તો તેનો ઘણો ફાયદો પણ થઈ શકે છે, પરંતુ ઘણીવાર સોશિયલ મીડિયાના દુરુપયોગને કારણે લોકોને જેલમાં જવાનો વારો પણ આવે છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના કતારગામ ધનમોરા પાસે રહેતા અરવિંદ ભાઈ ઉર્ફે એ. કે. પટેલની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
મૂળ જેતપુરનો વતની છે આ રત્નકલાકાર
આ અંગે સુરત પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદપ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે માટે તેમનો ફોટો મૂકી વિવિધ કોમેન્ટ કરી હતી. આ ઉપરાંત તેણે એક રાજકીય પાર્ટીને લઈને બીભત્સ ગાળો પણ લખી હતી અને લોકોમાં અરજકતા ફેલાય તેવી પોસ્ટ પણ કરી હતી. જેથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલો આરોપી રત્નકલાકાર છે અને તે મૂળ જેતપુરનો વતની હાલ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ધનમોરા પાસે રહે છે.