ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સમાજમાં બદનામ થવાના ડરથી બાળકીને ત્યજી દેનાર દંપતીની ધરપકડ - pregnant unmarried girl

સુરતના ભેસ્તાન ગાર્ડન ખાતે થોડાક દિવસ પહેલા બે માસની બાળકી ત્યજી દેવાઇ હતી. આ મામલે સુરત પોલીસે બાળકીને ત્યજી દેનારા દંપતીની ધરપકડ કરી છે. અવિવાહિત પુત્રી ગર્ભવતી થઈ જતા બાળકીને જન્મ આપતા સમાજમાં બદનામી થવાના ડરથી બાળકીને ત્યજી દેવામાં આવી હતી.

બાળકીને ત્યજી દેનારા આરોપી
બાળકીને ત્યજી દેનારા આરોપી

By

Published : Jun 14, 2021, 2:39 PM IST

  • અવિવાહિત બાળકીનો જન્મ થતા બાળકીને ત્યજી હતી
  • સમાજમાં બદનામ થવાના ડરથી બાળકીને ત્યજી
  • સુરત પોલીસે બાળકીને ત્યજી દેનારા 2ની ધરપકડ કરી

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારના ભેસ્તાન ગાર્ડન નજીક ડિવાઈડર પાસેથી 5 દિવસ પહેલા માસૂમ બાળકી ત્યજી દેવાયેલી હાલત મળી આવી હતી. આ મામલે પાંડેસરા પોલીસે હુમન સોસના આધારે તપાસ શરૂ કરી હતી. બાળકીને ત્યજી દેનાર બીજુ કોઈ નહિ પણ બાળકીને જન્મ આપનારના માતા-પિતા નીકળ્યા હતા.

ત્યજાયેલી બાળકી

આ પણ વાંચો : મોરબી: ટંકારાના નેકનામ ગામે બાળકીને ત્યજી દેનાર માતાના જામીન મંજૂર

અવિવાહિત પુત્રી ગર્ભવતી થતા બદનામીના ડરે બાળકીને ત્યજી દીધી

દંપતી મનોજ છોટે લાલા શાહુ અને આશાબેન મનોજ ભાઈ શાહુની ધરપકડ કરી છે. દંપતીની પૂછપરછ કરવામાં આવતા બાળકી ત્યજી દેવાની કબૂલાત કરી હતી. આરોપી જણાવ્યુંં હતું કે, અવિવાહિત પુત્રી ગર્ભવતી થઈ જતા બાળકીને જન્મ આપતા સમાજમાં બદનામી થવા ના ડરથી બાળકીને ત્યજી દેવામાં આવી હોવાની કબૂલાત કરી છે. પોલીસે બન્નેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યજાયેલી બાળકી

આ પણ વાંચો : અમદાવાદમાં અઠવાડિયા અગાઉ નવજાત બાળકીને ત્યજી દેનાર આરોપીઓ ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details