ગુજરાત

gujarat

ETV Bharat / state

ટેક્સટાઇલ ઉદ્યોગમાં બંધને લઈ ચેમ્બરના સભ્યો અને કાપડ વેપારીઓ વચ્ચે બોલાચાલી - ટેક્સટાઇલ ફેડરેશન ઓફ ટ્રેડર્સ એસોસિએશન

સુરતમાં કોરોનાની પરિસ્થિતિ વચ્ચે ટેક્સટાઈલની જુદા જુદા પાંખને બંધનું પાલન કરાવવા પોલીસ કમિશ્નર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, ટેક્સટાઇલ ફેડરેશન ઓફ ટ્રેડર્સ એસોસિએશન અને સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.

ટેક્સટાઇલ ઉદ્યોગમાં બંધને લઈ ચેમ્બરના સભ્યો અને કાપડ વેપારીઓ વચ્ચે બોલાચાલી
ટેક્સટાઇલ ઉદ્યોગમાં બંધને લઈ ચેમ્બરના સભ્યો અને કાપડ વેપારીઓ વચ્ચે બોલાચાલી

By

Published : May 5, 2021, 3:46 PM IST

  • ટેક્સટાઇલ માર્કેટને શરૂ રાખવા ચેમ્બર પ્રમુખની સલાહથી વેપારીઓ ગુસ્સે
  • વેપારીઓ બેન્કિંગ કામ કરી શકે તે માટે માત્ર 2 કલાક માર્કેટ શરૂ રાખવાનો આદેશ
  • પોલીસ કમિશ્નર કચેરી ખાતે બેઠક પૂર્ણ થતાં વેપારીઓ અને ચેમ્બરના સભ્યો વચ્ચે બોલાચાલી

સુરત: પોલીસ કમિશ્નર કચેરી બહાર ટેક્સટાઇલ ફેડરેશન ઓફ ટ્રેડર્સ એસોસિએશન અને સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો વચ્ચે તૂં તૂં મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા. સુરતમાં કોરોનાની પરિસ્થિતિ વચ્ચે ટેક્સટાઈલની જુદા જુદા પાંખને કેવી રીતે બંધનું પાલન કરવાનું છે. આ અંગે, પોલીસ કમિશ્નર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. ટેક્સટાઇલ માર્કેટને શરૂ રાખવા ચેમ્બર પ્રમુખે સલાહ આપી હતી. ચેમ્બરની સલાહથી વેપારીઓ ગુસ્સે ભરાયા હતા. આથી, પોલીસ કમિશ્નર કચેરી બહાર જ એકબીજા સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.

ટેક્સટાઇલ ઉદ્યોગમાં બંધને લઈ ચેમ્બરના સભ્યો અને કાપડ વેપારીઓ વચ્ચે બોલાચાલી

આ પણ વાંચો:સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન લેવા માટે લોકોની પડાપડી

તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવા નિર્ણય

28 એપ્રિલથી 5 મે સુધી ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટા દ્વારા કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે પોલીસ કમિશ્નરના આદેશ બાદ શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવા નિર્ણય કરાયો હતો. આજે બુધવારે આ મુદ્દત પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે, આગળની રણનિતી શું હશે તે અંગે ચેમ્બર ઓફ કોમર્સ અને માર્કેટ સાથે સંકળાયેલા અન્ય એસોસિએશન સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા. જેમાં, ફોસ્ટાના પદાધિકારીઓ હાજર નહોતા પરંતુ, ચેમ્બર અને અન્ય એસોસીએશનના પ્રતિનિધિ પહોંચે તે પહેલા જ ફોસ્ટાના આગેવાનો પોલીસ કમિશ્નર કચેરી પહોંચી ગયા હતા.

આ પણ વાંચો:કોરોનાનું ટેસ્ટિંગ ઓછું થતું હોવાથી કોરોનાના કેસ ઓછા દેખાઈ રહ્યા છેઃ અર્જૂન મોઢવાડિયા

વેપારીઓ અને ચેમ્બરના સભ્યો વચ્ચે તૂં તૂં મેં મેં

સુરત પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા ચેમ્બર અને અન્ય કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પાંખના લોકો બેન્કિંગ કામ કરી શકે તે માટે માત્ર 2 કલાક માર્કેટ શરૂ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે, બીજીબાજુ ચેમ્બર ઓફ કોમર્સ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી માર્કેટ ખોલી રાખવા માટે સલાહ આપી રહી છે. આ સલાહને લઈ ફોસ્ટાના પદાધિકારીઓ રોષે ભરાયા હતા. પોલીસ કમિશ્નર કચેરી ખાતે બેઠક પૂર્ણ થતાં જ તમામ વેપારીઓ અને ચેમ્બરના સભ્યો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ફોસ્ટાની જગ્યાએ અન્ય સંગઠનોના પ્રતિનીધીઓ જ્યારે પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા ત્યારે, ફોસ્ટાના સભ્યો રોષે ભરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details