સુરતના તક્ષશીલા આર્કેડમાં થયેલાં અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા. જેનાથી સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. રાજ્યભરમાંથી તંત્રની બેદરકારી ભર્યા વલણનો વિરોધ થઇ રહ્યો હતો. જેના કારણે તંત્રને ઝડપી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ આ કેસની સુનવણી કોર્ટમાં ચાલી રહી છે, ત્યારે મૃતકોના સમાજના લોકોએ કોર્ટમાં પહોંચીને આરોપીઓનો કેસ ન લડવા માટે બાર કાઉન્સીલને આવેદન આપ્યું હતું.
સુરત અગ્નિકાંડ કેસના આરોપીઓનો કેસ ન લડવા બાર કાઉન્સીલને અપાયું આવેદનપત્ર - Surat's fire case
સુરતઃ શહેરના તક્ષશીલા આર્કેડમાં બનેલી ગોઝારી ઘટનામાં મૃતક બાળકોના સમાજ દ્વારા આરોપીઓના કેસ ન લડવા માટે બાર કાઉન્સિલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
સુરતના અગ્નિકાંડ કેસમાં આરોપીઓનો કેસ લડવા બાર કાઉન્સીલને આવેદન
સમાજના અગ્રણીઓ જણાવે છે કે, આ અકસ્માત માનવસર્જિત છે ,લોકોની બેદરકારીના કારણે આ દૂર્ઘટના થઇ છે. તેમને કડકમાં કડક સજા થવી જોઇએ. તમામ આરોપીઓ પ્રત્યે કોઇ હરેમદીલી રાખવામાં ન આવે તેમજ કોઇ વકીલ પણ તેમનો કેસ ન લડે તે માટે બાર કાઉન્સીલને વિનંતી કરી રહ્યાં છે.