ગુજરાત

gujarat

By

Published : Sep 19, 2019, 9:31 PM IST

ETV Bharat / state

સુરત RTOમાં લાયસન્સ માટે પ્રતિદિવસ 500થી 600 અરજીઓનો ઘસારો

સુરત: કેન્દ્ર સરકારના ટ્રાફિક નિયમન સુધારા કાયદા બાદ વાહન ચાલકોમાં રીતસર હડકંપ મચી ગયો છે. ટ્રાફિકના નવા નિયમોના ભંગ બદલ આકરા દંડથી બચવા વાહન ચાલકોએ સુરત આરટીઓ કચેરી પર ઘામાં નાખ્યા છે. વહેલી સવારથી આરટીઓ કચેરી ખાતે વાહન ચાલકોની લાયસન્સ, વાહનોના રજીસ્ટ્રેશન, આરસી બુક તેમજ લર્નિંગ લાયસન્સ સહિત સિક્યોરિટી નંબર પ્લેટ માટેની લાંબી કતારો જોવા મળી રહી છે. બીજી તરફ સુરત આરટીઓમાં મર્યાદિત સ્ટાફ હોવાથી કલાકો સુધી વાહન ચાલકોએ લાંબી કતારોમાં ઉભા રહી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ટ્રાફિકના નવા નિયમન બાદ સુરત આરટીઓના મહેકમમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળે છે. તો સરકારના આ નિર્ણય બાદ સુરત આરટીઓ અધિકારીઓ જાણે વાહન ચાલકોને રોષનો સામનો કરવાનો વારો આવ્યો છે.

સુરત RTOમાં લાયસન્સ માટે પ્રતિદિવસ 500થી 600 અરજીઓનો ઘસારો

કેન્દ્રની મોદી સરકારે માર્ગ સલામતી અને અકસ્માતોની સંખ્યામાં થતા વધારાના પગલે ટ્રાફિક નિયમન કાયદો લાગુ કર્યો છે. જેમાં નિયમોના ભંગ બદલ આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે જો કે હાલ પૂરતી વાહન ચાલકોને 15 ઓકટોબર સુધી રાહત આપવામાં આવી છે. 15 ઓક્ટોબરથી નવા નિયમોનું ચુસ્તપણે અમલીકરણ થવા જઈ રહ્યું છે. જેથી વાહન ચાલકોમાં પણ રીતસર હડકંપ મચ્યો છે. જે વાહન ચાલકોએ હાલ સુધી લાયસન્સ કઢાવ્યું ન હોય, વાહનોના રજીસ્ટ્રેશન ન કરાવ્યા હોય, આરસી બુક ન હોય તેમજ લાયસન્સ રીન્યુ ન કરાવ્યું હોય, ઉપરાંત વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ન લગાડી હોય તેવા તમામ વાહન ચાલકોએ હવે સુરત આરટીઓ તરફ દોટ મૂકી છે. સુરત આરટીઓ કચેરી પર સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. નવા નિયમો લાગુ થયા બાદ સામાન્ય દિવસોમાં રહેતી વાહન ચાલકોની ભીડમાં બે ગણો વધારો નોંધાયો છે. પ્રતિ દિવસ સુરત આરટીઓમાં લાયસન્સ માટે 500થી 600 અરજીઓ ફક્ત લાયસન્સ માટે આવી રહી છે. જ્યારે રીન્યુઅલ લાયસન્સ અને હાઇસિક્યોરિટી નંબર પ્લેટ માટે પણ મોટો ઘસારો જોવા મળી રહ્યો છે.

સુરત RTOમાં લાયસન્સ માટે પ્રતિદિવસ 500થી 600 અરજીઓનો ઘસારો

સુરત આરીઓમાં વાહન ચાલકોના ભારે ઘસારાના પગલે આરટીઓના મહેકમમાં પણ વધારો થયો છે. સુરત આરટીઓ ઇન્સ્પેકટર ડી.કે.ચાવડાના જણાવ્યાં અનુસાર, વાહન ચાલકોના ઘસારાના પગલે અન્ય સ્ટાફને પણ લાયસન્સ જેવી કામગીરીમાં જોડવામાં આવ્યો છે. આ સાથે PUC સેન્ટર પર વાહન ચાલકો પાસેથી નોટિફિકેશન કરતા વધારે ચાર્જ વસુલવામાં આવે છે. તેવી ફરિયાદો મળી છે. જેની સામે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત PUC સેન્ટરની નવી અરજીઓ મળી છે જેથી વાહન ચાલકોને અવગડતા ન પડે.

લાયસન્સ, આરસી બુક, હાઈસિક્યોરિટી નંબર પ્લેટ સહિતની કામગીરી કરાવવામાં વાહન ચાલકોનો ભારે ઘસારો આરટીઓ પર પણ જોવા મળી રહ્યો છે. જો કે આરટીઓમાં ઓછા સ્ટાફના કારણે કામગીરી ગોકળગતીએ ચાલી રહી હોવાના આક્ષેપ વાહન ચાલકોએ કર્યા છે. જેના પગલે વાહન ચાલકોમાં સરકાર પ્રત્યે બાબરે રોષ જોવા મળી રહ્યો છે. નવા નિયમો લાગુ થવાથી સૌથી વધુ યુવા વાહન ચાલકોનો ઘસારો સુરત આરટીઓમાં લાયસન્સ માટે જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details