સુરત: ડાયમંડ યુનિટમાં કામ કરતા એક હજારથી વધુ રત્નકલાકારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઇને રત્નકલાકાર સંઘ પ્રમુખ જયસુખભાઇ ગજેરા દ્વારા સુરતના તમામ ધારાસભ્યો તથા સાંસદોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં કોરોનાથી મોત નીપજનારા રત્નકલાકારોના પરિવારને રૂપિયા 5 લાખની સહાય કરવામા આવે, આ ઉપરાંત રત્નકલાકારો માટે રુપિયા એક હજાર કરોડના સહાયની જાહેરાત કરવામા આવે તેવી માગ કરવામાં આવી છે.
કોરોનાથી મોત થનારા રત્નકલાકારોના પરિવારને રૂપિયા 5 લાખની સહાય આપવા માગ - daimond industry
હાલમા સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે અને તેમાં પણ રત્નકલાકારો કોરોના વાઇરસનો શિકાર બની રહ્યા છે. સુરતની જો વાત કરીએ તો ડાયમંડ યુનિટમાં કામ કરતા એક હજારથી વધુ રત્નકલાકારોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને કારણે આ તમામ યુનિટો બંધ કરવામા આવતા અંદાજિત એક લાખથી વધુ રત્નકલાકારો બેકાર બન્યા છે.
રત્નકલાકારોના પરિવારને રૂપિયા 5 લાખની સહાય આપવા પત્ર
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો લઠ્ઠાકાંડમા મોત નીપજનારા શખ્સના પરિવારને સહાય કરવામા આવતી હોય તો કોરોનાથી મોત નીપજનારા રત્નકલાકારના પરિવારને શા માટે સહાય ન આપવામા આવે, જો આવેદનપત્ર બાદ પણ કોઇ નકકર કામગીરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં રત્નકલાકાર સંઘ દ્વારા જવલ્લન આંદોલન છેડવામા આવશે તેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.