ગુજરાત

gujarat

ETV Bharat / state

બિહાર ઈલેક્શન : સુરતથી લાખોની સંખ્યામાં બિહાર ગયેલા શ્રમિકોને ફોન કરી મત આપવા અપીલ - news in surat

કોરોના કાળમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવનાર છે. પરંતુ તેનું એપી સેન્ટર હજારો કિલોમીટર દૂર ગુજરાતનું સુરત શહેર છે. સુરતમાં હલચલ તેજ થઇ ગઇ છે. સુરતથી લાખો શ્રમિકોને દરરોજ ફોન કરી બિહાર વિધાનસભામાં મત આપવા અપીલ કરવામાં આવી રહી છે. સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ દ્વારા વેબિનાર સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો થકી આ શ્રમિકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

Bihar Election
બિહાર ઈલેક્શન

By

Published : Oct 1, 2020, 12:20 PM IST

સુરત : બિહારમાં વિધાનસભા ચૂંટણી છે, પરંતુ આ ચૂંટણીનો પડઘમ સુરતમાં જોવા મળી રહ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણીની સીધી અસર સુરતમાં જોવા મળી રહી છે. સુરતની વાત કરવામાં આવે તો અહીં આશરે 4 લાખથી વધુ બિહાર અને ઝારખંડના લોકો વસે છે. ચૂંટણીમાં હવે આ લોકોને નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ માટે લોકડાઉન સમયે લાખોની સંખ્યામાં ટ્રેન થકી સુરતથી બિહાર ગયેલા શ્રમિકોને રોજ ફોન કરી મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અજય ચૌધરી દ્વારા એક ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.

આ અંગે અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, લોકડાઉન સમયમાં ટ્રસ્ટ દ્વારા મૂળ બિહાર અને ઝારખંડના લોકોને સુરતમાં તમામ ભોજન સહિત અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. બે લાખથી વધુ શ્રમિકોને શ્રમિક ટ્રેન થકી બિહાર મોકલવામાં આવ્યા હતા. હવે બિહારમાં ચૂંટણી હોવાના કારણે સુરતથી બિહાર ગયેલા તમામ શ્રમિકોને ટેલિફોનિક અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ બિહારમાં રહી મતદાનમાં ભાગ લે અને જો કોઈ સમસ્યા ન હોય તો પોતાનો કિંમતી વોટ આપીને જ સુરત ફરી આવે. ત્યારે અનેક લોકો સુરત આવી ગયા છે. આ લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ પોતાના વતનમાં રહેલા પરિવાર અને સ્વજનોને વોટ કરવા અપીલ કરે અને આ ઝૂંબેશમાં મોટી માત્રામાં શ્રમિકો સાથ આપી રહ્યા છે.

બિહાર ઈલેક્શન : સુરતથી લાખોની સંખ્યામાં શ્રમિક ટ્રેનથી બિહાર ગયેલા શ્રમિકોને ફોન કરી વિધાનસભામાં મત આપવા અપીલ
અજય ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, 2 લાખ શ્રમિકોને કોલ કરવા માટે ખાસ 1000 વોલેન્ટિયરની ટીમ તૈયાર થઈ છે. દરેક વોલેન્ટિયર દરરોજ 20 થી 25 કોલ કરે છે અને લોકોને મતદાન કરવા અપીલ કરે છે. આ બે લાખ લોકો થકી બિહારમાં રહેતા 40 લાખ જેટલા લોકો સુધી મતદાન કરવા માટે આ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શ્રમિકોના પરિવાર અને તેમના સ્વજનો પણ આ ઝૂંબેશમાં સામેલ કરવાની તકેદારી લેવામાં આવી છે.શ્રમિકોને ટેલિફોનિક અપીલ કરવાની સાથે જે લોકો સ્માર્ટ ફોન વાપરે છે. તેઓને સોશિયલ મીડિયાના માધ્યમથી વેબિનાર યોજીને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ વખતે કોરોનાના કારણે સુરતથી હજારોની સંખ્યામાં બિહારના લોકો પ્રચાર-પ્રસાર કરવા માટે બિહાર જઈ શકતા નથી. આ માટે સુરતમાં બેસી વેબિનાર યોજી પ્રચાર માધ્યમોમાં ભાગ લઈ રહ્યા છે. ચૌધરીએ જણાવ્યું હતું કે, સુરતથી દરરોજ બિહાર માટે પાંચથી છ વેબિનારો યોજવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ત્યાંથી લોકો પણ જોડાઇ રહ્યા છે. તયારે બીજી તરફ સ્થાનિક નેતોઓ સાથે પણ વાર્તાલાપ શરૂ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details