સુરત: ધી સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ ખાતે અર્પૂવ દેસાઈનું સન્માન કરવામાં આવ્યુ હતુ. હાલમાં સાઉથ આફ્રિકા ખાતે સંપન્ન થયેલ વિમેન્સ અન્ડર-19 વર્લ્ડકપમાં ભારતીય અન્ડર-19 વિમેન્સ ટીમે ઈંગ્લેન્ડ સામે ફાઈનલ મેચમાં વિજય સાથે ચેમ્પીયનશીપ મેળવી હતી. જેમાં સુરત શહેરના અને SDCAના ક્રિકેટ એડવાઈઝર અને સંસ્થાના સભ્ય અપૂર્વ દેસાઈએ ભારતીય ટીમ સાથે બેટીંગ કોચ તરીકે નિર્ણાયક સેવા આપી હતી.
SDCA નું ગૌરવ વધાર્યુ:વધુમાં આ સિધ્ધી મેળવવા માટે ભારતીય ટીમે છેલ્લા સાત માસથી ઘનિષ્ટ તાલીમ લીધી હતી. ક્રિકેટના ઈતિહાસમાં વિમેન્સ ટી-20 ટુર્નામેન્ટનો વર્લ્ડકપ પ્રથમ વખત યોજાયો છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે વિમેન્સ ટી-20ની ટુર્નામેન્ટ રાષ્ટ્રીય લેવલે રમાઈ નથી. અપૂર્વ દેસાઈ ગુજરાતમાંથી સૌપ્રથમ ભારતની ટીમમાં બેટીંગ કોચ તરીકે નિમણૂક પામ્યા હતા અને સુરત શહેર અને SDCA નું ગૌરવ વધાર્યુ છે. અપૂર્વ દેસાઈનું સંસ્થા દ્વારા મા. પ્રમુખ હેમંતભાઈ કોન્ટ્રાકટર દ્વારા યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ક્રિકેટ સેક્રેટરી ડૉ. નૈમેષ દેસાઈ, મુકેશ દલાલ, સંજય પટેલ અને ક્રિકેટ એડમીનીસ્ટરેટર નવનીત પટેલ અને કારોબારી સમિતિના સભ્યો હાજર રહયા હતા.
અપૂર્વ દેસાઈ BCCI લેવલ-3 ના કોચ:પ્રથમવાર છે કે અંડર 19 વર્લ્ડ કપ વિમેન્સ ભારતએ ભવ્ય વિજય મેળવી છે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે, ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચિંગ અપૂર્વ દેસાઈ (Batting Coaching Apoorva Desai) મૂળ સુરતના છે. ગુજરાત અંડર -19 ટીમમાં તેમના પુત્ર આર્યા દેસાઈ કેપ્ટન પણ છે. અપૂર્વ દેસાઈ સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. તેઓ રણજી પણ રમી ચૂક્યા છે.