ગુજરાત

gujarat

ETV Bharat / state

National Disability Child Award Surat: અન્વી ઝાંઝરુકીયાને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત - ગોલ્ડ મેડલ

સુરતની ૧૩ વર્ષની દીકરી અન્વી ઝાંઝરુકીયાને દેશના મહામહીમ રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદના (President Ramnath kovind) હસ્તે નેશનલ ડીસેબીલીટી ચાઇલ્ડ એવોર્ડ (National Disability Child Award Surat) આપવામાં આવ્યો છે. સુરતની દિવ્યાંગ રબર ગર્લ અન્વી ઝાંઝરુકીયાને યોગમાં રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો (Rubber Girl Anvi awarded Presidential Award) છે. બુધવારના રોજ રાષ્ટ્રપતિના હસ્તે 'નેશનલ ડીસેબીલીટી ચાઇલ્ડ એવોર્ડ' આપવામાં આવ્યો.

President Award Surat: અન્વી ઝાંઝરુકીયાને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત
President Award Surat: અન્વી ઝાંઝરુકીયાને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત

By

Published : Dec 8, 2021, 4:31 PM IST

  • અન્વી અનેક બીમારીઓથી ઘેરાવા છતાં યોગમાં પ્રસિધ્ધી હાંસિલ કરી
  • સુરતની 13 વર્ષની વયે રબર ગર્લની નામના મેળવી
  • 13 વર્ષની વયે અન્વીએ રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મેળવ્યો

સુરતની: સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળા (Surat Sanskar Kunj Gyanpeeth)માં ધોરણ ૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અન્વી ઝાંઝરુકીયા પોતાની શારીરીક અને માનસિક મર્યાદાઓની ચિંતા કર્યા વગર યોગમાં અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. ત્યારે તેમને બુધવારના રોજ રાષ્ટ્રપતિના હસ્તે 'નેશનલ ડીસેબીલીટી ચાઇલ્ડ એવોર્ડ' (National National Disability Child Award) આપવામાં (Rubber Girl Anvi awarded Presidential Award) આવ્યો. ગુજરાતની દિવ્યાંગ વિદ્યાર્થિની અન્વી વિજય ઝાંઝરુકીયાને 13 વર્ષની નાની વયે જરાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો (Presidential Award Surat) છે.

President Award Surat: અન્વી ઝાંઝરુકીયાને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત

અન્વી દિવ્યાંગ હોવા છતાં નોર્મલ બાળકો સાથે સ્પર્ધા કરવાની હિંમત રાખે છે

આ દિકરી એટલી આગળ નીકળી ગઇ છે કે, દિવ્યાંગ હોવા છતાં અન્વી નોર્મલ બાળકો સાથેની સ્પર્ધામાં પણ ચેમ્પિયન બનીને આવે છે. પોતાની અનેક શારીરીક અને માનસિક બીમારીઓ વિશે પરવાહ કર્યા વગર અન્વી ઝાંઝરુકીયાએ યોગનું પ્રશિક્ષણ મેળવીને દિનપ્રતિદિન તેમાં પારંગતતા કેળવી રહી છે. અન્વી યોગનું પ્રશિક્ષણ સંસ્કારકુંજ જ્ઞાનપીઠમાં જ મેળવી રહી છે અને તેને નમ્રતાબેન વર્મા કોચિંગ આપી રહ્યા છે. અન્વીએ આ પહેલાં પણ ઘણા બધા એવોર્ડ અને મેડલ્સ જીત્યા છે. આ સાથે ત્રણ વખત નેશનલમાં જઈ બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે તેમજ રાજ્યકક્ષામાં બે વખત પહેલો ક્રમ આવ્યો છે અને બે સિલ્વર મેડલ તથા બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. અન્વીએ પ્રથમ વખત નેશનલ યોગ સ્પર્ધામાં છતીસગઢમાં ગોલ્ડ મેડલમે ળવ્યો હતો અને બીજી વાર ઓનલાઇન નેશનલ કોમ્પિટિશનમાં (Online National compition) ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવ્યો હતો.

અન્વીની માતાનું કહેવું મારી દીકરી જન્મથી બીમારીઓથી ધેરાયેલ

મારી દીકરીને જન્મથી જ ઘણી બધી શારીરિક બીમારીઓ છે જેને લઇને અમે સતત ચિંતામાં રહેતા હતા કે જીવનમાં આગળ કઈ રીતે લઈ જઈએ. ત્યારબાદ અમે ઘણી બધી પુસ્તકો વાંચ્યા ઘણા બધા ડોક્ટરોને મળ્યા આ દરમિયાન અમને જાણવા મળ્યું કે, આવા જે બાળકો હોય એમાં કોઈને કોઈ ખુબીઓ હોય છે. અમે તેની ખૂબીઓને જાણીને તેને જીવનમાં આગળ લઈ જશું. અન્વીના માતાના જણાવ્યા મુજબ, અન્વી રાત્રે સૂતી હતી ત્યારે હાથ-પગ એકદમથી રબરની જેમ એક આકાર આપીને સુથી હતી. એ સમયે તેમનાં મમ્મીને વિચાર આવ્યો કે, આપણે અન્વીને યોગા ક્લાસમાં મોકલવી જોઈએ કારણ કે, તેના શરીરમાં ઘણી બધી ખુબીઓ છુપાયેલ છે જે જન્મજાત છે. ત્યારબાદ અને સુરત જિલ્લામાં આવેલ નરથાણ પાસે સંસ્કારકુંજ સ્કૂલ છે ત્યાંના પ્રિન્સિપાલ સાથે મુલાકાત કરી ત્યારે તેમણે કહ્યું કે અમારી પાસે એક યોગ કોચ છે. નમ્રતા વર્મા કરીને આપણે એમની પાસે અન્વીને યોગ કરાવીએ અને જોતજોતામાં ફક્ત ત્રણ થી ચાર મહિનામાં જ અન્વી એવા યોગ કરતી થઇ ગઈ કે નોર્મલ બાળકો હોય તેઓને આ યોગ કરતા પાંચ થી સાત વર્ષ થઈ જાય ત્યારે આવ્યા યોગ કરી શકે.

આ પણ વાંચો:ઈંદોર શહેર બાદ સુરતને મળ્યું બિરુદ: શહેરને 'વોટર પ્લસ' નું બિરુદ મળતા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આપ્યા અભિનંદન

જાણો નાની વયે એવોર્ડ મેળવનાર અન્વીની બીમારીઓ વિશે

આ રીતે જ અન્વી યોગમાં ધીરે ધીરે આગળ વધતી ગઈ. આજે પણ તેને હાથમાં પ્રોબ્લેમ છે, તેના આંતરડા ૭૫ ટકા કામ નથી કરતા એના માટે તેને દવા આપવામાં આવે છે અને તેનો માનસિક વિકાસ પણ હાલ ખૂબ જ ઓછું છે. જેને કારણે બરોબર બોલી શકતી નથી. જ્યારે તેઓ ત્રણ વર્ષથી યોગા કરી રહી છે. યોગમાં તેણે ડીસ્ટ્રીક લેવલ, સ્ટેટ લેવલ, તથા નેશનલ લેવલ ઉપર એટલા બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે એટલે લાગ્યું કે, હવે અમારે અને નેશનલ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે અપૂર્વલ મૂકવું પડશે અને આની મંજૂરી મળતા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદના (President Ramnath kovind) હસ્તે અન્વીને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એ અમારી માટે એક ખુશમય સમય હતો. આખા ભારતમાં સૌથી નાની ઉંમરે ૧૩ વર્ષની અન્વીએ આ એવોર્ડ મેળવ્યો છે.

આ પણ વાંચો:ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021-22માં સુરતના ખેલાડીઓનો દબદબો

હિંમતવાન માતા-પિતા

અન્વીના માતાએ જણાવ્યું કે અમારી દીકરી સારી રીતે બોલી શકતી નથી તેના હદયમાં પણ એક છેદ હતું જેથી તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. હાલ તેના હદયના વાલમાં લીકેજની સમસ્યાઓ છે આ સાથે બાઉનસીંગની બીમારીઓ છે જેથી જે માનસિક વિકાસ થવો જોઈએ એ ખૂબ જ ઓછું થઇ રહ્યું છે અને તેના હદયમાં જે મોટું હ્નદય છે તે ૭૫ ટકા જેટલું કામ કરવામાં સક્ષમ નથી. આટલી બધી સમસ્યા હોવા છતાં અમે વિચાર્યું કે અમારી દીકરી નોર્મલ જીવન જીવી શકે છે અને સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવે તે માટે અમે કાંઈક નવું કરાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details