પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઉધના રેલવે સ્ટેશનના રેલવે યાર્ડમાં આસિફ શેખ નામના યુવાનની હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર ખઈ ગયા છે. 21 વર્ષીય આસિફ શેખ મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને લીંબાયતના ઈચ્છાબા સોસાયટીનો રહેવાસી છે.
સુરતમાં યુવાનની કરપીણ હત્યાથી ચકચાર, પોલીસે શરુ કરી તપાસ - attact
સુરતઃ ઉધના રેલવેની હદમાં યુવાનની કરપીણ હત્યા થઈ છે. યુવક પર પથ્થર વડે હુમલો કરી લાકડા વડે ઘા કરી હત્યા કરવામાં આવી છે.
hd
ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં તપાસમાં યુવાનના મોઢા અને ગળાના ભાગેથી ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા. લૂંટના ઈરાદાથી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. રેલવેની હદમાં અસામાજિક તત્વો સક્રિય બન્યા છે. અગાઉ આ જ વિસ્તારમાં પોલીસના જવાન પર હુમલો થયો હતો. તેમજ જવાનને માર મારી લૂંટી લેવાયો હતો. ત્યારે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા નક્કર પગલાં લેવા જરૂરી બન્યા છે.