ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના વિદ્યાર્થીઓએ આયુર્વેદિક માસ્ક બનાવ્યાં, જાણો શું છે વિશેષતા? - The South India Textile Research Association

કોરોનાથી રક્ષા મેળવવા માટે માસ્ક જ હાલ કવચ બની ગયું છે, ત્યારે બરોડા MSUમાં પીએચડી કરી રહેલા સુરતના વિદ્યાર્થી અને તેમના ગાઈડ દ્વારા તુલસી, અરડુસી, મંજિષ્ઠા અને લીમડામાંથી આયુર્વેદિક માસ્ક બનાવવામાં આવ્યું છે. આ માસ્કની ખાસિયત એ છે કે, તે કોરોનાથી રક્ષણ તો આપશે સાથે સાથે 50 દિવસ સુધી તેને ઉપયોગમાં લઈ શકાય છે.

surat
તુલસી, અરડુસી, મંજિષ્ઠા અને લીમડામાંથી એન્ટીબેક્ટેરિયલ માસ્ક બનાવ્યું

By

Published : Sep 16, 2020, 1:06 PM IST

સુરત: કોરોના વાઇરસ, બેક્ટેરિયા, ફૂગ, એલર્જી વગેરેથી શરીરને બચાવવા માટે બરોડા એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.ભરત પટેલ અને તેમના સુરતના વિદ્યાર્થી મુર્તુજા ચન્નીવાલાએ પ્રોજેક્ટ અંતર્ગત આયુર્વેદિક માસ્ક બનાવ્યું છે. આ માસ્ક તુલસી, અરડુસી અને લીમડામાંથી બનાવવામાં આવ્યું છે. વર્ષ 2014માં તેઓના દ્વારા તુલસીના રસમાંથી કોપર અને સિલ્વરના નેનો-પાર્ટીકલ બનાવી તેનો ઉપયોગ કોટનના કપડામાં કર્યો હતો. જો કે, આ કાપડ એન્ટીબેક્ટેરિયલ છે કે, નહીં તેની તપાસ કરવાની બાકી હતી.

સુરતના વિદ્યાર્થી અને તેમના ગાઈડ દ્વારા એન્ટીબેક્ટેરિયલ માસ્ક બનાવવામાં આવ્યું

કોરોના વાઇરસને લઈને તેઓએ તુલસીના રસમાંથી તૈયાર થયેલા કોપર અને સિલ્વરના નેનો-પાર્ટીકલ યુક્ત 10 મીટર કાપડ તૈયાર કર્યું હતું. આ કાપડ કોઇમ્બતુરની ધ સાઉથ ઈન્ડિયા ટેકસટાઇલ રિસર્ચ એસોસિએશન અને સુરતની લીલાબા લેબમાં મોકલવામાં આવ્યું હતું. ટેસ્ટ કર્યા બાદ ખબર પડી કે, આ કાપડને 50 વખત ધોયા પછી પણ આ ત્રણેય ગુણધર્મો જળવાઈ રહે છે. સામાન્ય કોટન અને અન્ય ડિઝાઇનર માસ્કની સરખામણીમાં વધારે બ્રિધેબલ છે. લાંબા સમય સુધી પહેરવા છતાં પણ ગૂંગળામણની પ્રોબ્લેમ સર્જાતી નથી. નેચરલ ફાઇબરમાંથી આ વુવન મટીરીયલ તૈયાર કરવામાં આવ્યું છે.

આ અંગે મુર્તુજા ચન્નીવાલાએ જણાવ્યું હતું કે, તુલસી, અરડુસી, લીમડો અને મંજિષ્ઠાના મૂળ આ ચારેય બેક્ટેરિયા, ફૂગ અને વાઈરસને ડીકમ્પોઝ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કેમિકલ પ્રોસેસની મદદથી એક લિક્વિડ બનાવ્યું હતું. જેમાં કોટનનું કાપડ ડુબાડી 25થી 30 મીટર કાપડ તૈયાર કર્યું હતું. જેમાંથી 200થી 300 જેટલા માસ્ક બનાવ્યા હતા. જેને સુરતની હોસ્પિટલ MSUના સ્ટાફ અને સોસાયટીના લોકોને આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details