સુરતઃ ગૃહપ્રધાનના શહેરમા અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. સુરત શહેરાના છેવાડે આવેલ સચિન હોજીવાલામાં (Sachin Hojiwala from Surat )એક યુવક ઉપર બે અસામાજિકતત્વો દ્વારા લૂંટના ઇરાદે (Robbery by antisocial elements)ચાકુથી હુમલો કરતા યુવકના પેટના આંતરડા બહાર આવી ગયા હતા. જોકે યુવક ઈજાગ્રસ્ત હાલતમાં બૂમાબૂમ કરતાં( Anti-social elements in Surat)લોકો દોડી આવ્યા હતા. યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital )લાવવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ યુવકને તરત OPTમાં લઈ જવાની ફરજ પાડી હતી. હાલ આ બાબતે સચિન પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પેટમાં 23 જેટલા ટાંકા આવ્યા છે
આ બાબતેઇજાગ્રસ્તઅમરતનાભાઈ રતનએ જણાવ્યું કે અમે સચિન હોજીવાલા પ્લાયવુડના કારખાનામાં કામ કરીએ છીએ ગઈકાલે રાત્રે અમરત કારખાના પાછળ વિભાગે બેશીને ને ફોન ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે બે અજાણીયા ઈસમોએ ભાઈ ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. તેને પેટ અને કમરના ભાગે ચાકુ મારવામાં આવ્યું હતું. જોકે તેણે બૂમાબૂમ કરતા લોકો બહાર દોડી ગયા હતાં. તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. હાલ તેના પેટના ભાગે ચાકુનો ઘા વધારે હોવાને કારણે તેને પેટમાં 23 જેટલા ટાંકા આવ્યા છે.